નવી પાકિસ્તાની કહેવતો !

પાકિસ્તાનમાં જે રાજકીય ડ્રામેબાજી ચાલી રહી છે અને જે રીતે ઇમરાન ખાન પોતાની ખુરશી બચાવવા હવાતિયાં મારી રહ્યા છે એ જોતાં લાગે છે કે પાકિસ્તાની પ્રજાના નસીબમાં સરખી લોકશાહી છે જ નહીં !
એટલે જ અમુક જુની કહેવતોનો નવો અવતાર બની રહ્યો છે…
*** 
જુની કહેવત
બંદર ક્યા જાને અદરક કા સ્વાદ
નવી કહેવત
પાકિસ્તાન ક્યા જાને લોકશાહી કા સ્વાદ !
*** 
જુની કહેવત
નાચ ન જાને, આંગન ટેઢા
નવી કહેવત
રાજકાજ ના જાને, વિદેશી હાથ !
*** 
જુની કહેવત
ડૂબતે કો તિનકે કા સહારા
નવી કહેવત
ઇમરાન કો સ્પીકર કા સહારા
*** 
જુની કહેવત
આગે કુંવા, પીછે ખાઈ
નવી કહેવત
આગે ઇમરાન, પીછે આર્મી
*** 
જુની કહેવત
સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી
નવી કહેવત
સૌ બહાને ટાલ કે ઇમરાન ચુનાવ કો ચલે !
*** 
જુની કહેવત
લેને ગઈ પૂત (પુત્ર) ખો આઈ ખસમ (પતિ)
નવી કહેવત
લેને ગયેલ લોકશાહી, ખો આયે પાર્લામેન્ટ !
*** 
જુની કહેવત
જીતની લંબી ચાદર, ઉતને હી પૈર ફેલાઓ
નવી કહેવત
જીતની દેશ કી ઔકાત, ઉતની હી ઉધારી માંગો !
*** 
જુની કહેવત
અબ પછતાયે હોત ક્યા, જબ ચિડીયા ચૂગ ગઈ ખેત
નવી કહેવત
અબ ચુનાવ સે હોય ક્યા, જબ બેઇમાની ચૂગ ગઈ દેશ !
***

- મન્નુ શેખચલ્લી

Comments