હવે તો હદ થઈ ગઈ ! IPLમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સળંગ આઠમી મેચ હારી ગઈ ! હવેતો એમની ફીરકી લેવામાં જ આવે ને ?...
***
હવે તો ખુદ રાહુલ ગાંધીએ રોહિત શર્માને અભિનંદન આપ્યા છે ! રાહુલ ગાંધીએ કહ્યું : ‘ચલો, કોઈ તો મિલા, જો મેરા દર્દ સમજ સકે ?’
***
બીજી બાજુ ક્રિકેટ ચાહકોની ડિમાન્ડ ઊઠી છે કે ‘રાહુલ ગાંધીને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન બનાવી દેવામાં આવે !’
કેમ ? તો કહે, ‘જો હારવાનું જ છે તો પછી રોહિત શર્માની શી જરૂર છે ?’
***
મુંબઈ ઇન્ડિયન્સ માટે ‘ટોસ’ સૌથી મહત્વની વસ્તુ બની ગઈ છે !
કેમ ?
અરે ભઈ, ટોસ થઈ જાય પછી જ ખબર પડે ને, કે આજે રનથી હારવાનું છે કે વિકેટોથી !
***
દરમ્યાનમાં નીતાભાભી પરેશાન છે.
કેમ ?
મુંબઈ ઇન્ડિયન્સના હજારો ચાહકોએ ખરીદેલાં ટીમનાં હજારો ટી-શર્ટ પાછાં મોકલાવીને કહ્યું છે કે ‘આના બદલે પ્યાલા-બરણી આપી દો !’
***
અનંત અંબાણી મેચ જોઈને ઘરે આવ્યો. તેણે મુકેશભાઈને કીધું ‘પપ્પા, પૈસા પડી ગયા.’
મુકેશભાઈ : ‘અલ્યા, પૈસા તો મારા પડી ગયા છે ! તારો તો ખાલી ફ્રી પાસ પડી ગયો કહેવાય !’
***
છતાં મુંબઈ ઇન્ડિયન્સના કોચ પોતાની ટીમને સતત પાનો ચડાવી રહ્યા છે :
‘તમારે ડરવાનું નથી… હતાશ નથી થવાનું… કીપ ઈટ અપ.. પિકચર અભી બાકી હૈ… લગે રહો… કેમ કે..
- હજુ બીજી છ મેચો હારવાની છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment