મુંબઈ ઇન્ડિયન્સની જોક્સ !

આઈપીએલમાં સળંગ આઠમી મેચ હાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મજાકનું કેન્દ્ર બની ગઈ છે ! જુઓ…

*** 

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પહેલા નંબરે જ છે : બસ પોઇન્ટ –ટેબલને જરા ઊંધું પકડીને જુઓ.

*** 

આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ ‘રેકોર્ડ’ કરવા માગે છે…
સિવાય કે ક્યાંક મેચમાં વરસાદ પડે અને એકાદ પોઇન્ટ લઈ લેવો પડે !

*** 

મુંબઇ ઇન્ડિયન્સના કોચ, મેન્ટેર, મેનેજર, કેપ્ટન, વાઇસ કેપ્ટન, બેટર, બોલર અને ફિલ્ડર્સ… બધાએ ત્રણ કલાક સુધી ચર્ચા કરીને આખરી શોધી કાઢ્યું છે કે મુંબઈની ટીમ ‘ક્યાં માર ખાય છે ?’

- મેદાન ઉપર !

*** 

દરમ્યાનમાં રાહુલ ગાંધીએ રોહિત શર્માને મેસેજ કરીને કહ્યું છે :
‘ગુડ બિગિનિંગ… પણ મારા રેકોર્ડ સુધી પહોંચતાં તને ઘણી વાર લાગશે !’

*** 

બીજી તરફ એવી વાતો સંભળાઈ રહી છે કે મુંબઇ ઇન્ડિયન્સની રણનિતિ નક્કી કરવા માટે હવે…

- પ્રશાંત કિશોરને બોલાવવામાં આવશે !

*** 

જોકે પ્રશાંત કિશોરે કહ્યું છે કે ‘એક કોંગ્રેસની જફા ઓછી છે કે હું મુંબઇ ઇન્ડિયન્સની માથાકૂટમાં પડું ?’

*** 

પેલી બાજુ નીતાભાભી (નીતા અંબાણી) બિચારાં કફોડી સ્થિતિમાં મુકાઈ રહ્યાં છે.. દર વખતે એમનાં ઓળખીતાં પાળખીતાં મેચના પાસ માગીને લઈ જાય છે… અને…

… મુંબઈની ટીમને ચિયર કરવાને બદલે સામેવાળી ટીમ માટે તાળીઓ વગાડે છે !

*** 

છેવટે મુકેશભાઈએ અમિત શાહની સલાહ લીધી ! અમિત શાહે કહ્યું :

‘તમે ગુજરાતવાળી કરો ! આખી ટીમ જ બદલી નાંખો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments