પરમ દિવસે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક થઈ ગઈ. એમાં શું થયું ? એ તો ભલાભલા ઇન્વેસ્ટીગેશન કરનારા પત્રકારો પણ શોધી શક્યા નથી !
પરંતુ એમાં અમુક ‘ગુપ્ત’ ઠરાવો થયા છે એની કાલ્પનિક અફવાઓ ફેલાઈ ચૂકી છે ! સાંભળો…
***
રાહુલ ગાંધી જ્યાં જ્યાં પ્રચાર કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસ કેમ હારી ? તે શોધી લાવનારને કોંગ્રેસમાથી કાઢી મૂકવામાં આવશે !
***
અને રાહુલ ગાંધી જ્યાં જ્યાં પ્રચાર કરવા નહોતા ગયા છતાં કોંગ્રેસ શા માટે હારી ? આ શોધી લાવનારને ઇનામ આપવામાં આવશે !
***
આવનારાં પાંચ વરસોમાં કોંગ્રેસીઓ વધુ સારી રીતે ઊંઘી શકે એ માટે કોંગ્રેસ કાર્યાલયોમાં નવા ગાદલાં, ગોદડાં, ઓશિકાં તેમજ સોનિયાજીના ભાષણોની પેન-ડ્રાઈવની વ્યવસ્થા કરવામાં આવશે !
***
ત્રણ મહિના પહેલાં કોંગ્રેસને બેઠી કરવા માટે જે બગલઘોડીઓનો ઓર્ડર અપાયો હતો તે કેન્સલ કરવામાં આવે છે. હવે એ જ બજેટમાંથી વધુ ખાટલા, પલંગ તથા આરામ ખુરશીઓ ખરીદવામાં આવશે.
***
કોંગ્રેસ કાર્યાલયોમાં માખી મારવાના કોન્ટ્રાક્ટો પણ રદ કરવામાં આવે છે ! આ કામ કોંગ્રેસીઓ જાતે જ કરી શકે છે ! જોકે કોઈએ આના માટે ‘આત્મનિર્ભર’ શબ્દ વિચારવાનો પણ નથી !
***
પરિણામો પછી ‘આત્મમંથન’ કરવા માટે ફોરેન જતા રહેવાનું બજેટ બમણું કરવું પડશે. કેમકે આ વખતે રાહુલજી ઉપરાંત પ્રિયંકાજી પણ ‘આત્મમંથન’ કરવા વિદેશ જતાં રહે તેવી શક્યતા છે !
***
એન પંજાબમાં CM બનેલા સ્ટેન્ડ-અપ કોમેડીયન સામે ટક્કર લેવા માટે રાહુલજી નવેસરથી જોક્સ બનાવવા માટે મંડી પડ્યા છે ! કોંગ્રેસ ઝિન્દાબાદ.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment