કેટલાંક ફિલ્મી ગીતો એવાં હોય છે કે જરા જુદા એંગલથી વિચારો તો એમાં બિચારા કવિની હાલત ગંભીર હોઈ શકે છે ! જુઓ…
***
‘દિલ તોડનેવાલે, તુઝે દિલ ઢૂંઢ રહા હૈ…’
- અહીં કવિનું બાય-પાસ સર્જરીનું ઓપરેશન ફેલ ગયું છે અને તે ડોક્ટરને શોધી રહ્યાં છે.
***
‘ભીગી ભીગી રાતો મેં, મીઠી મીઠી બાતોં મેં, ઐસી બરસાતો મેં… કૈસા લગતા હૈ ?’
- અહીં કવિ નવા નવા કોઈ હિન્દી ન્યુઝ ચેનલમાં રિપોર્ટર તરીકે જોડાયા છે.
***
‘વો જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કે ના યાદ હો…’
- અહીં કવિને ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું છે અને તે પોતાનો ભાડા-કરાર શોધી રહ્યા છે.
***
‘ગાંવ મેં પીપલ, પીપલ કી છૈયા, છૈયાં મેં પનઘટ, પનઘટ મેં પાની, પાની મેં આગ લગાયે રાની તેરી જવાની…’
- અહીં કવિ ગૂગલ મેપ વડે પોતાની જુની ગર્લફ્રેન્ડને શોધી રહ્યા છે… જે થોડા ઘણા પૈસા ઉધાર મળી જાય.
***
‘ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ…’
- અહીં કવિને રસ્તામાં બે ચાર ઉઘરાણીવાળા મળી ગયા છે. કવિની ધોલાઈ કરવાની તૈયારીમાં છે.
***
‘આજ મેં ઉપર, આસમાં નીચે…’
- અહીં કવિને કાં તો બહુ માર પડ્યો હોવાથી ચક્કર આવે છે, અથવા ધૂળેટીના દહાડે પીધેલી ભાંગ હજી ઉતરી નથી.
***
‘ખુદ તો બદનામ હુએ, હમ કો બદનામ કીયા…’
- અહીં કવિનો કોઈ ડર્ટી વિડીયો વાયરલ થઈ ગયો છે અને ટીવીમાં પહોંચી ગયો છે.
***
‘મુઝે દુનિયાવાલો, શરાબી ના સમજો, મૈં પીતા નહીં હૂં, પિલાઈ ગઈ હૈ…’
- અને અહીં કવિ રાત્રે ત્રણ વાગે પોલીસ સ્ટેશનમાં પોતાનું બયાન લખાવી રહ્યા છે !
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment