આપણી પરંપરા છે કે આ હોળીના તહેવારમાં કોઈની કંઈ ટીખળ કરી લઈએ તો ખોટું ના લગાડવાનું હોય ! તો ચાલો, એ બહાને…
***
ડિયર પર્યાવરણવાદી,
આ વરસે ‘પાણી બચાવો’ના મેસેજો કેમ ના દેખાયા ? ગયા બે વરસનું પાણી બચી ગયું એટલે ? કે પછી ઝુંબેશના નામનું નાહી નાંખ્યું છે ?
- બુરા ન માનો, હોલી હૈ !
***
ડિયર ભાજપી નેતાઓ,
ભૈશાબ, ચૂંટણીનો પ્રચાર પુરો થયો ત્યાં હવે ફિલ્મનો પ્રચાર કરવા માંડ્યા ?
- બુરા ન માનો, હોલી હૈ !
***
ડિયર સેક્યુલર બુધ્ધિજીવીઓ,
બોલો, ‘કાશ્મીર ફાઇલ્સ’થી તમને ફરીથી જોશપૂર્વક બોલવા લખવાનો મોકો મળી ગયો ને ? બાકી, કોંગ્રેસની સજ્જડ હારથી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી ને !
- બુરા ન માનો, હોલી હૈ !
***
ડિયર યુક્રેન-રિટર્ન સ્ટુડન્ટો,
પ્રાર્થના કરો કે યુક્રેનનું યુધ્ધ બંધ થાય ! જોકે ત્યાં પાછા જાઓ તો એમને તમારી જરૂર જ છે.. ઘાયલોની પાટાપિંડી કરવા માટે સ્ટાફ ખૂટે છે !
- બુરા ન માનો, હોલી હૈ !
***
ડિયર કોંગ્રેસીઓ,
બત્રીસ વરસ પહેલાં 19 જાન્યુઆરીએ શું થયું હતું એ જ યાદ રાખીશું એવું નથી, આ વરસે 10 માર્ચે તમારી સાથે જે થયું એ પીડા પણ અમે યાદ રાખીશું !
- બુરા ન માનો, હોલી હૈ !
***
અને ડિયર જનતા,
આ બે ત્રણ દિવસ જલસા કરી લો ! પછી સોમવારથી તો તમામ કકળાટો માટે ‘આત્મનિર્ભર’ જ થવાનું છે !
- બુરા ન માનો, હોલી હૈ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment