બે પાકિસ્તાની જોક્સ !

રાવલપિંડીની એક રેશનની દુકાને કલ્લુમિયાં છેલ્લા બે કલાકથી લાઇનમાં ઊભા હતા. લાઈન આગળ વધવાનું નામ જ લેતી નહોતી.

બીજી બાજુ ભીડ પણ વધતી જતી હતી. ગરમી, પરસેવો અને ઘોંઘાટને કારણે કલ્લુમિયાંની ખોપરી ગરમ થઈ ગઈ.

‘સાલી, યે ક્યા ઝંઝટ હૈ ? ના બીજલી હૈ, ના પેટ્રોલ હૈ ના રાશન હૈ ! યે સારી મુસીબતોં કી જડ હમારા પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન હૈ !’

‘વો તો હૈ !’ લાઇનમાં ઊભેલા બીજાએ કહ્યું ‘મગર તુમ ક્યા ઉખાડ લોગે ?’
‘મૈં અભી જાતા હું, એક ગન ખરીદતા હું, ઔર જાકર ઉસ નાલાયક ઈમરાન ખાન કો ગોલી માર દૂંગા !’

કલ્લુમિયાં પગ પછાડતા ગયા.
પણ હજી અડધો કલાક પણ ના થયો, ત્યાં તો પાછા આવીને લાઈનમાં ઊભા રહી ગયા !

બીજાએ પૂછ્યું ‘મિયાં, ક્યા હુઆ ? વાપસ ક્યું આ ગયે ?’

કલ્લુમિયાંએ દાંત ભીંસતા કહ્યું ‘સાલી, ગન કી દુકાન પે ભી લંબી લાઈન હૈ !’

***

ઇસ્લામાબાદમાં ઇમરાન ખાન પોતાની કારમાં જતા હતા ત્યાં કાર અટકી ગઈ. ઇમરાન ખાને બારીમાંથી જોયું તો લોકોની બહુ મોટી ભીડ હતી.

‘યહાં ક્યા હો રહા હૈ ?’ ઇમરાન ખાને ડ્રાયવરને પૂછ્યું.
‘જનાબ, યહાં પર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ કી ઓફિસ હૈ. લગતા હૈ ભીડ વહીં પર જમા હુઈ હૈ.’

‘અચ્છા ? મૈં દેખતા હું…’ એમ કહીને ઇમરાન ખાન કારમાંથી ઉતર્યા અને ઇમિગ્રેશન ખાતાની ઓફિસમાં જવા લાગ્યા.
ત્યાં અચાનક ભીડ વિખેરવા લાગી !

ઈમરાન ખાનને નવાઈ લાગી ‘અબ આપ લોગ વાપસ ક્યું જા રહે હો ?’

કોઈએ કહ્યું ‘હમ દેશ છોડ કર ફોરેન જાના ચાહતે થે, મગર અબ આપ હી જા રહે હો તો હમેં કહીં જાને કી ક્યા જરૂરત હૈ ?’

- મન્નુ શેખચલ્લી

Comments