અમુક ફિલ્મી ગાયનો એવાં છે કે તમે મેડિકલ કોલેજમાં એડમિશન લીધા વિના જ કહી શકો કે, બિમારી શું છે ! સાંભળો…
***
ગાયન : નૈના બરસે રિમઝિમ રિમઝિમ
બિમારી : કન્જક્ટીવાઇટિસ !
***
ગાયન : ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ
બિમારી : અલ્ઝાઇમર !
***
ગાયન : દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા
બિમારી : હાર્ટ એટેક !
***
ગાયન : સીને મેં જલન દિલ મેં એક તૂફાન સા ક્યું હૈ
બિમારી : એસિડીટી !
***
ગાયન : ડોલા રે ડોલા, મન ડોલા, તન ડોલા
બિમારી : વર્ટિગો !
***
ગાયન : આજ કલ પાંવ જમીં પર નહીં પડતે મેરે
બિમારી : પગમાં કણી !
***
ગાયન : બતાના ભી નહીં આતા, છૂપાના ભી નહીં આતા
બિમારી : પાઇલ્સ !
***
ગાયન : લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ
બિમારી : લૂઝ મોશન !
***
ગાયન : સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે
બિમારી : કબજિયાત !
***
ગાયન : હાય રે હાય, નીંદ નહીં આયે, ચૈન નહીં આયે
બિમારી : ઇન્સોમેનિયા !
***
ગાયન : જિયા જલે જાન જલે, નૈને તલે ધૂવાં જલે
બિમારી : નવો કોરોના વાયરસ લાગે છે, જલ્દી ચેક-અપ કરાવો !
***
ગાયન : યે ક્યા હુઆ ? કૈસે હુઆ ? કબ હુઆ ?
- અરે આ બિમારી નથી ! આ તો ડોક્ટર તમને પૂછી રહ્યા છે ! ગાયન ગાવાને બદલે સરખા જવાબ આપો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment