ટીવીમાં યુક્રેનની વોરના સમાચારોનો બોમ્બમારો સળંગ બાર-બાર કલાક સુધી થતો રહે છે પણ યાર, આપણે જે જાણવું છે એ તો કશું કહેતા જ નથી ! દાખલા તરીકે…
***
યુક્રેનના હેન્ડસમ પ્રમુખ ઝેલેન્સ્કીએ આજે સવારે નાસ્તામાં શું ખાધું ?...
ઝેલેન્સ્કી દિવસે તો હાથમાં મશીનગન લઈને યુદ્ધ કરવા નીકળી જાય છે પણ રાતના સૂવા માટે ક્યાં જાય છે ? ….
સૂતી વખતે એ નાઇટ ગાઉન પહેરે છે કે લશ્કરનો જ ડ્રેસ પહેરીને સૂઈ જાય છે ?...
કોઈ રિપોર્ટર ઝેલેન્સ્કીના પલંગ નીચેથી રિપોર્ટ કેમ નથી મોકલતા ?
***
અને પેલી બ્યુટિફૂલ મિસ યુક્રેન, જે હાથમાં લેટેસ્ટ મોડલની મશીનગન લઈને વોર કરવા નીકળી પડી હતી એ ક્યાં પહોંચી ?...
એને મશીનગન ચલાવતાં કોણે શીખવાડી ? અને એ દુશ્મનને ગોળીઓથી ઘાયલ કરે છે કે આંખોથી ?...
મિસ યુક્રેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિન્ક તો આપો ?
અને હા, મિસ યુક્રેને આજે સવારે નાસ્તામાં શું ખાધું ?...
- કોઈ કશું કહેતા જ નથી…
***
રશિયાના પ્રમુખ પુતિન વિશે તો કંઈ જણાવતા જ નથી !...
એમણે સવારે નાસ્તામાં શું ખાધું ?...
***
અરે, પેલી છોકરીનો જે મેસેજ છેલ્લા ચાર દિવસથી સોશિયલ મિડીયામાં ફરે છે કે ‘અમે બે દિવસથી કશું ખાધું નથી’ એને કંઈ ખાવાનું મળ્યું કે નહીં ?....
અને હા, એ છોકરીએ સવારે નાસ્તામાં શું ખાધું ?...
***
અચ્છા, એ બધું છોડો, પોલેન્ડની બોર્ડર ઉપર જે 4000 ભારતીય સ્ટુડન્ટો ફસાયા છે એમાંથી કેટલાએ સવારનો નાસ્તો કર્યો ?...
અને ભૈશાબ, અમારે અહીંથી એમને પુરી-શાકનાં ફૂડ-પેકેટો મોકલવાં હોય તો શી રીતે મોકલવાનાં ?... કંઈ ડિટેલ તો આપો ?...
- પેલા ચાર મિનિસ્ટરો તો ખાલી હાથ હલાવતા, અમને કહ્યા વિના જ જતા રહ્યા… બોલો.
***
- મન્નુ શેખચલ્લી
This comment has been removed by a blog administrator.
ReplyDeletea knockout post silicone sex doll,real dolls,cheap sex toys,sex toys,dildos,sex toys,dog dildo,sex chair,custom sex doll directory
ReplyDelete