પાલનપુરી બોલીની એક અલગ જ મઝા છે. આ બોલીમાં શાયરીઓ, કવિતાઓ અને ગઝલો પણ લખાઈ ચૂકી છે.
જોકે કોરાનાએ જે રીતે આપણી કમર તોડી નાંખી છે એ જોતાં કોઈ પાલનપુરી શાયર એની પોતાની શૈલીમાં જો ‘free flowing Poem લખે તો એમાં કેવી કેવી ગમ્મતો આવે ?
સાંભળો એક ઝલક… (મનમાં મોટેથી વાંચશો તો વધારે મઝા પડશે.)
***
જો વીંછી કે ઓંકડે જેસી મૂંછે રખતે થે,
ને વલી જો હરેભરે મધપૂડે જેસી
દાઢિયાઁ લેકર વટ સી ઘૂમતી થે…
ઉનકે મુંઢે જ કોરોનાને અપણી મુઠ્ઠીમેં બંધ કર દિયે !
અરે કોરોના, તુઝેએએ તો યાદ રખિંગે !
***
નૂં તો છાતી છત્તીસ કી બી નાં હોવે,
મગર અભિમોંન સી ફૂલાકર છપ્પન કી દિખોંતે થે…
ઉન કી છાતિયોં સી ઓક્સિજન જ નિકાલ લિયે !
અરે કોરોના, તુઝેએએ યાદ રખિંગે !
***
નૂં તો ગેસ કા બાટલા બી
કભી લેણે નહીં જાતે થે,
ને દારૂ કે બાટલે
ગટ સે ગટ પી જાતે થે…
ઉન કુ ઓક્સિજનાં કે બાટલોં કી
લાઈનાં મેં ખડે કર દિયે,
ખભે સી અપણા જ સિલિન્ડર ઉઠવા કે
ખુલ્લી સડકું પે દૌડતે કર દિયે !
અરે, કોરોના તુઝેએએ તો યાદ રખિંગે !
***
યાદ રખિંગે કિ તૂને ડંડે ખિલવાયે થે,
યાદ રખિંગે કિ માવા-મસાલા કે બી
બ્લેક કરવાયે થે,
યાદ રખિંગે કિ જિનું ને
કપ-રકાબી કબી નંઈ વિંછળી થી,
ઉન કે જ હાથોં ઘર કે સારે
વાંસણ મંજવાયે થે,
યાદ રખિંગે કિ કેલેન્ડર મેં
આજ મન્ડે હે કિ સન્ડે,
ઉસ કી ગણત્રી મેં બી ગુંચોયે થે…
અરે, કોરોના, તુઝેએએ તો યાદ રખિંગે !
***
ના ઉતરોંણ મેં પતંગ ચગોંણે દિયે,
ના દિવાળી મેં ફટાકડે ફડોંણે દિયે,
હોળી મેં પિચકારીયાં તો છોડો,
દો ચપટી ગુલાલ સી બી ના ખિલોંણે દિયે,
ઇદ કી સિવઇયાં ઘર મીં જ ખાઈ,
ને ક્રિસમસ મેં ફૂટપાથ પે નચોંણે બી નાં દિયે…
ઘરમોં ને ઘરમોં ગરબે કોં’સી ગાતે ?
તૂને ધાબે પે બી ના હિંચોણે દિયે…
અબી ક્યા કહું કોરોના, તુઝેએએ તો યાદ રખિંગે !
***
અચ્છે અચ્છે કપડે તો
ગડી વાલ કે જ પડે રહે,
નવીં નવીં ચણિયોં-ચોલી બી
કબાટ સીં ક્યોંસી નિકળતી ?
પેન્ટ, ને ટી-સટ, ને જાકીટાં કી
બાત જ જાંણે દો,
દેઢ દેઢ વરસું લગીં
પાયજામેં જ ફાડતે રહે….
સોપિંગ કે નામ સી
દો નયે બરમૂડે જ લેણેં પળે…
ઔર ખિંટીયો પે માસ્કું કે
લંગસિયે લટકણે લગે…
અરે, કોરોના, તુઝેએએ તો યાદ રખિંગે !
***
ભૂલ જાવિંગે કી
બચ્ચે ઇસ્કુલ મેં પઢતે બી થે,
ભૂલ જાવિંગે કી
સાદીયો કે વરઘોડે બી નિકલતે થે,
ભૂલ જાવિંગે કી
બેસણેં બી દો-સો પાંન્સો કે હોતે થે,
ભૂલ જાવિંગે કી
ખોલા ભરણે કી વિધિ મેં બી
સવાસો જણેં જમતે થે !
ભૂલ જાવિંગે કી
સુક્કરવાર કુ નવીં પિક્ચરેં આતીં થી,
ભૂલ જાવિંગે કી
રવિવાર કુ જુનીં ચીજાં કી ગુજરી લગતીં થી…
ભૂલ જાવિંગે કી
સાલી જિંદગી ભી જીતે થે,
મગર, કોરોના, તુઝેએએ તો યાદ રખિંગે !
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment