ગુજરાતની અડધી સાઇઝ જેવડા યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો એમાં તો આખી દુનિયાનાં શેરબજારોમાં કડાકા બોલી ગયા !
એ સિવાય પણ કેટલાંક કડવાં સત્યો સમજી લેવા જેવાં છે…
***
લાગે છે કે જેટલું નુકસાન કોરોનાએ કર્યું એનાથી વધારે નુકસાન શેરબજારમાં એકલો પુનિતભાઈ કરાવશે !
***
અલ્યા ભાઈ, જ્યાં અંબાણી અને અદાણીની કમાણી જોતજોતામાં ધોવાણી…
એમાં તું કઇ વાડીનો મૂળો ? અને કેટલું તારું પાણી ?
***
યુક્રેનમાં નવી કહેવત : ‘નાટોએ લગાડી વાટો’ !
***
યુક્રેનવાળાને હવે મોડે મોડે સમજાણું છે કે, જો બાઈડનના નામમાં જ ‘બાઈ’ છે !
***
પેલા સોશિયલ મિડીયામાં પુતિનના ફોટાને ફોન લગાડીને એને શાંતિ રાખવાની સલાહો આપતા હતા એ ક્યાં ગયા ?
એમને ત્યાં, યુક્રેન બોર્ડર ઉપર મોકલો ને !
***
અને તમે જોયું ? પેલા ‘વિશ્વશાંતિ’માં માનનારાઓ હજી બે મીણબત્તી લેવા પણ બહાર નથી નીકળ્યા !
***
દરમ્યાનમાં ‘યુનો’એ જાહેર કર્યું છે કે યુક્રેન-રશિયા વચ્ચે જે સમાધાન કરાવી આપશે તેને 1 મિલિયન ડોલરનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે.
યુનોએ એમ પણ કહ્યું છે કે ટુંક સમયમાં આનું ‘ટેન્ડર’ બહાર પાડવામાં આવશે !
***
દરમ્યાનમાં WHOએ ધ્યાન દોર્યું છે કે યુક્રેનમાં જે રશિયન સૈનિકો ઘૂસ્યા છે તેમણે વેક્સિન લીધી લીધી હોય તો પણ મિનિમમ 7 દિવસ માટે ક્વોરન્ટાઇન થવું જરૂરી છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment