અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર રોજ એક માણસ અફઘાનિસ્તાથી માટી ભરેલી લોડિંગ ટ્રક લઇને આવતો અને પાકિસ્તાનમાં દાખલ થતો.
એકાદ કલાકમાં એ જ ટ્રક લઈને પાછો ફરતો. એ વખતે ટ્રક સાવ ખાલી રહેતી !
પાકિસ્તાનના અફસરો વિચાર કરે છે કે યાર, આ માણસ મામૂલી ટાઇપની માટી ભરેલી ટ્રક લઇને આવે છે અને લગભગ ખાલી ટ્રક લઈને પાછો જાય છે, તો સાલો, ધંધો શું કરે છે ?
એમને ડાઉટ ગયો કે જરૂર આ માણસ પાકિસ્તાનમાં ડ્રગ્સ ઘૂસાડતો હશે !
ઓફિસરોએ બરોબર ચેકીંગ કર્યું પણ ટ્રકમાંથી કંઈ મળ્યું જ નહીં ! માટી પણ ચેક કરી જોઈ ! એમાંય કશું ખાસ નહોતું !
ટ્રક પાછી જાય ત્યારે કોઈ વાર એમાં બે મરઘી હોય ! કોઈ વાર ચાર-પાંચ ઇંડાં હોય ! કોઈ વાર અંદર બે-પાંચ જોડી નવાં કપડાં હોય !
ઓફિસરો પરેશાન હતા. સાલો, રોજના દસ આંટા મારે છે… થોડી ઘણી ફાલતુ ટાઈપની અફઘાની માટી લાવે છે અને પાછા જતા મરઘી, ઇંડાં, કપડાં, જૂતાં જેવી ફાલતુ ચીજો લઈને પાછો જાય છે… આખરે આ માણસ કરે છે શું ?
એક દિવસ એ માણસે કહ્યું, ‘જનાબ, આજ હમારી નૌકરી કા આખરી દિન હૈ. કલ સે મેં નહીં આઉંગા ! અગર મેરી વજહ સે કોઈ તકલીફ હૂઈ હો તો માફ કર દેના.’
અફસરો કહે ‘સાલા, તકલીફની ક્યાં માંડે છે ? અમારાં તો દિમાગ ખરાબ થઈ ગયાં છે ! તું રોજના દસ ફેરા મારે છે અને મામૂલી ટાઇપની અફઘાની માટી લાવે છે, એમાં તને શું કમાવા મળતું હશે ?’
પેલો ટ્રક ડ્રાયવર કહે ‘સચ બતાઉં ! મૈં દર અસલ અફઘાનિસ્તાન સે ડિઝલ લાતા થા !’
‘ડિઝલ ?’
‘હાં જી ! ટ્રકની ટાંકી 40 લીટરની છે. ડિઝલનો ભાવ અફઘાનિસ્તાનમાં 40 રૂપિયાનો છે અને પાકિસ્તાનમાં 140 રૂપિયાનો ! ગણી લો હિસાબ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment