અમેરિકાએ યુક્રેનમાં એક સામટા 5000 સૈનિકો મોકલી આપ્યા એ પછી અમેરિકાના શસ્ત્ર ઉત્પાદકો જો બાઈડનને મળવા ગયા.
‘ગુડ મોર્નિંગ સર ! તમે યુક્રેનમાં 5000 સૈનિકો મોકલી આપ્યા એ બહુ હિંમતનું કામ કર્યું ! હવે બોલો સર, ત્યાં યુદ્ધ લડવા માટે શું શું જોઈશે ? ટેન્કો, મિસાઇલ લોન્ચરો, વિમાનો, હેલિકોપ્ટરો, મશીનગનો, હેન્ડ ગ્રેનેડો, બોમ્બ… તોપગોળા…’
‘એમાંનું કશું જ નહીં…’ જો બાઈડને કહ્યું. ‘તમે બસ, હાઈ ક્વોલિટીના 5000 દૂરબીનો મોકલી આપો !’
‘દૂરબીનો ?’ શસ્ત્ર ઉત્પાદકો ગૂંચવાઈ ગયા. ‘સર, ફક્ત દૂરબીનો શા માટે ?’
'ત્યાં માત્ર ‘ચાંપતી નજર’ રાખવાની છે !’
***
ઇસ્લામાબાદમાં એક હાઈ લેવલ મિટિંગ ચાલી રહી છે. ઇમરાન ખાન તેના અફસરોને કહી રહ્યા છે.
‘દેખિયે, યુક્રેન મેં સિચુએશન ખરાબ હોતી જા રહી હૈ… વહાં કભી ભી વૉર હો સકતી હૈ… ઇસલિયે વહાં પર હમારે દૂતાવાસ મેં જિતને લોગ હૈ, વહાં હમારે જિતને સ્ટુડેન્ટ હૈ, જિતને બિઝનેસમેન હૈ… સબ કો મેસેજ ભિજવા દિજિયે કી જિતની જલ્દી હો સકે, પાકિસ્તાન મેં વાપસ આ જાયેં !’
‘સર, ઐસા મેસેજ તો કબ કા ભિજવા દિયા થા ! મગર વો લોગ આને સે ઇન્કાર કર રહે હૈં !’
‘ક્યું ?’
‘કહતે હૈ કિ યહાં યુક્રેન મેં પાકિસ્તાન સે દસ ગુના સસ્તે દામ મેં પેટ્રોલ ડિઝલ ઔર ગેસ-બિજલી વગેરા મિલ રહી હૈ ! વૉર કે બાદ તો પાકિસ્તાન મેં ઇન સબ કે દામ ઔર ભી દૂગને તિગને હો જાયેંગે ! ક્યા ફાયદા ?’
- ઇમરાન ખાનનું મોં ક્રુડ ઓઇલના રગડા જેવું થઈ જાય છે.
***
- મન્નુ શેખચલ્લી
Best! 😄😄
ReplyDeleteThanks 🙏 😊
ReplyDelete