હાશ ! આખરે કોરોના જઈ રહ્યો છે ! તો ચાલો, એમને થોડા એવોર્ડઝ સાથે માનભેર વિદાય તો આપીએ ?
***
લાઇફ-ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
‘ડોલો’ ટેબ્લેટ ! છેલ્લા બે વરસમાં આનાથી વધુ બીજી કોઈ ટેબ્લેટો નહીં ખવાઈ હોય !
***
બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર
આવતાંની સાથે છવાઈ જનારો સ્ટાર… રેમડેસિવીર ઇન્જેક્શનો ! એની ઘેલછા એટલી બધી હતી કે રાતોરાત આ સ્ટારનાં ‘ડુપ્લીકેટ’ ફૂટી નીકળ્યા હતા !
***
બેસ્ટ સ્ક્રીપ્ટ રાઇટિંગ
સરકારના આંકડા ! ગુજરાતમાં મરણનો ‘આંકડો’ 10 હજારની આસપાસ હતો અને સહાય ચૂકવાઈ 87 હજારને !
***
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન
પીપીઈ કીટ ! અને માસ્ક !
***
બેસ્ટ હોલસમ એન્ટરટેઇનમેન્ટ
WHOનાં નિવેદનો !
***
બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ)
ઓક્સિજનનો બાટલો !
***
બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફિમેલ)
વેન્ટિલેટરની સિસ્ટમ !
***
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ
મ્યુકરમાયકોસિસ !
***
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ
ઓમિક્રોન !
***
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
ટીવીની ન્યુઝ ચેનલો !
***
બેસ્ટ કુરિયોગ્રાફી (ડાન્સ)
હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાઈનો !
***
બેસ્ટ સોંગ
કોલર ટ્યૂન : ‘ભારતને 100 કરોડ ટીકાકરણ કી ઉપલબ્ધિ પ્રાપ્ત કર લી હૈ…’
***
… અને બેસ્ટ પરફોર્મન્સ (સિરિયસલી)
કોવિશીલ્ડ અને કો-વેક્સિન
(તાલિયાં !)
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment