આ કોરોના પણ નફ્ફટ મહેમાન જેવો છે ! આટઆટલી આગતા સ્વાગતા કરી છતાં સાલો, જતો જ નથી !
ઉપરથી સરકારે માસ્કના દંડ અને 10 વાગ્યાના કરફ્યુ ઠોકવા માંડ્યા છે ! આવામાં બિચારી જનતા ગાઈ રહી છે…
‘જાને કહાં ગયે વો દિન
ખાતે થે હમ પાની-પુરી
ખુલ્લી સડક પે બારા-બજે…’
***
ઉપરથી ઓમિક્રોન નામનું નવું મગતરું ફાટી નીકળ્યું છે. સાલી, સીધી સાદી ખાંસી-શરદી થાય છે તોય રીપોર્ટ ‘પોઝીટીવ’ આવી જાય છે ! ત્રાસેલી પ્રજા હવે તો સમૂહમાં ગાઈ રહી છે…
‘ઔર નહીં, બસ ઔર નહીં
કોરોના પોઝિટીવ ઔર નહીં…’
***
હકીકતમાં તો કદાચ ડોક્ટરોને પણ ખબર નથી કે આ મામૂલી શરદી જ છે કે કોરોનાનું નવું માઇલ્ડ સ્વરૂપ ? એટલે એ લોકો પણ 100-200 રૂપિયાની દવા લખી આપતાં ગણગણી રહ્યા છે…
‘ક્યું બહતી હૈ નાક ?
ક્યું આતા હૈ બુખાર ?
ક્યું મચલતા ગલા ?...
ન તુમ જાનો ના હમ !’
***
એમાંય વળી ફક્ત તડકામાં ફરવાને કારણે અમસ્તું ય શરીર ગરમ લાગવા માંડે તો આપણે પોકારી ઊઠીએ છીએ…
‘જા…! જા…!
જા…! મુઝે ના અબ
તાવ આ !!
મુઝે માસ્ક હટાને દે
હટાને દે… હટાને દે…
જા !... જા…!’
***
અરે, બિચારા રસ્તે સૂઈ રહેનારા ભિખારીઓને પણ જે દાનમાં ધાબળા મળી જતા હતા એમની દશા ખરાબ છે ! કેમકે…
‘હાય હાય યે મજબૂરી
યે મૌસમ ઔર યે મંદી
તેરી દો ટકિયા કે કરફ્યુ મેં
મેરા લાખોં કા ‘ધાબળા’ જાયે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment