મારા તમારા જેવા મામુલી લોકોના મોબાઈલ ભાગ્યે જ ‘ફ્લાઈટ મોડ’માં હોય છે ! બેટરી પતી ગઈ હોય તો એ ‘સ્વીચ-ઓફ મોડ’માં હોય અથવા લોકોની ઉઘરાણીઓ વધી ગઈ હોય તો ‘આઉટ ઓફ કવરેજ’ મોડમાં રાખવો પડે છે !
પણ જુઓ, નેતાઓના મોબાઈલો જ્યારે ચૂંટણી-મોડમાં હોય છે ત્યારે શું થાય છે…
***
યોગી આદિત્યનાથ
બેટરી વારંવાર ગરમ થઈ જાય છે ! સ્પીકરનું વોલ્યુમ બહુ વધી ગયું છે ! પોતાની જ વાતના પડઘા પડ્યા કરે છે !
***
કેજરીવાલ
જાતજાતની મફતિયા સ્કીમોની ઢગલાબંધ ઓફરો આવ્યા જ કરે છે ! જોકે જુનાં બિલો ભરવાનાં હજી બાકી જ છે ! અને હા, અવાજ ફાટી જાય છે !
***
નવજોતસિંહ સિધ્ધુ
નંબર પોર્ટેબિલીટી કરાવ્યા પછી પણ દિલ્હીના ટાવર બરાબર પકડાતા નથી ! વચમાં વચમાં પાકિસ્તાનનું નેટવર્ક પકડાઈ જાય છે ! પોતે કંઈ સિરિયસ વાત કરે તોય બેકગ્રાઉન્ડમાં હસવાના અવાજો આવ્યા કરે છે !
***
રાહુલ ગાંધી
ઇન્ડિયામાં હોવા છતાં વારંવાર ઇન્ટરનેશનલ રોમિંગમાં જતો રહે છે ! જમીન ઉપર હોવા છતાં રાતના સમયે ‘ફ્લાઈટ મોડ’માં હોય છે ! અને સિરિયસ વાતો કરતા હોય તો પણ સામેવાળાને જોક જેવી લાગે છે !
***
પ્રિયંકા ગાંધી
હિન્દુ આરતીની નવી રીંગટોન નંખાવી છે છતાં સામેવાળાને કોલર ટ્યૂનમાં ઇટાલિયન ગાયનો જ સંભળાય છે ! વોલ્યુમ વધતો જ નથી અને મોબાઇલમાં સતત સેલ્ફીઓ જ પડ્યા કરે છે !
***
મુલાયમસિંહ યાદવ
નેટવર્કમાં કંઈક ગડબડ છે. પુત્રવધુનાં ફોનનાં બિલો એમની ફેમિલી પેકેજ સ્કીમમાંથી કપાઈ જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment