પારસી બોલીમાં શાયરીઓ !

પારસી બોલી કેટલી મીઠ્ઠી અને મધુરી છે ! તો એ બોલીમાં રચાયેલી શાયરીઓ પણ મીઠડી જ લાગે ને ? સાંભળો… સોરી, ચાખો !

***

ગમની આ ડુનિયાં માં

ડિલ ભરાઈ ગિયું…

સાંભલો, બાવાજી

ગમની આ ડુનિયાં માં

ડિલ ભરાઈ ગિયું…

ચાલોની, હવે જરા

‘ફેવિકોલ’ની ડુનિયામાં જઈએ !

- સું કે’વ છો ?

***

ડિલબર કી આંખેં

રોટી ઠી…

આહાહા, ડિલબર કી આંખે

રોટી ઠી !

ઇસિલિયે ટો મૈંને

‘સબજી’ કા ઓર્ડર દિયા !

- સસ્તું પડે કે’ની ?

***

ઘેરથી જો નિકલો

ડિયર, નાઇટમાં સનમ

સાંભલો છો ને ડિયર ?

ઘેરથી જો નિકલો

કોઈ નાઇટમાં સનમ…

તો છત્રી લેઈને નિકલજો !

ભુગોલની ચોપડીમાં લખેલું છેવ

કે રાતના ટારા ‘ચરકે’ છે !

***

સું કહું તારા ગાલ પર

આ કાલો કાલો તલ…

- આમ સરમાય છે સુ ?

સું કહું તારા ગાલ પર

આ કાલો કાલો તલ…

બે ડઝન ‘પિમ્પલ’ની વચ્ચે

એક બેઠો છે ‘ડિમ્પલ’ !

- હવે ડોરા સાની કાઢે ચ ?

***

(આ છેલ્લી જોરદાર છે)

ડૂર સે દેખા…

પાની બરસ રહા થા !

ડૂર સે દેખા…

પાની બરસ રહા થા !

પાસ જાકર ડેખા…

મેરાં કપડાં પલ્લી ગયાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments