ગયા વરસમાં કોરોનાની જે બીજી લહેર આવી એને કેમ ભૂલાય ? અમારા હિસાબે એના માટે ખાસ ‘કોરોના એવોર્ડ્ઝ’ હોવા જોઈએ…
***
બેસ્ટ કોરોના ‘ફેશન’
મેચિંગ માસ્ક ! ખાસ તો લેડીઝ માસ્ક ! અને એમાંય વેડિંગ માટેનાં મોંઘા, એમ્બ્રોયડરી કરેલાં અને મોતી જડેલાં સ્પેશીયલ માસ્ક !
***
બેસ્ટ કોરોના ‘નંબર’
તમારા ડોક્ટરનો ફોન નંબર નહીં, તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો પણ નહીં… બીજી લહેર વખતે ટોપ ઉપર હતો એમ્બ્યુલન્સનો નંબર… 108 !
***
બેસ્ટ ‘આલ્ફાબેટ્સ’
C ફોર કરફ્યુ અને M ફોર માસ્ક કરતાં ય અઘરા આલ્ફાબેટ્સ હતા RTPCR… ! લોકો એને ‘આર્ટીફીશીયલ’ અને ‘આરટીપીસીઓ’ પણ કહેતા હતા.
***
બેસ્ટ કોરોના ‘ઓપોઝિટ’
'માંદા'નું ઓપોઝિટ 'સાજા' અને 'જીવતા'નું ઓપોઝિટ 'મરેલા' તો સમજાય એવું હતું પણ કોરોનામાં ‘પોઝિટીવ’ એ પોતે જ સાલું પોતાનું 'ઓપોઝિટ' હતું !
***
બેસ્ટ કોરોના ‘સિક્રેટ’
કોરોના પછી મ્યુકરમાઇક્રોસિસ કેમ ફેલાયું ? કે રેમડેસિવીરનાં ઇન્જેક્શનો ક્યાં ગાયબ થઇ ગયાં ? એના કરતાં મોટું સિક્રેટ, જે હજી ખુલ્યું નથી… તે.. કોરોનામાં ‘ખરેખર’ કેટલા મર્યા ?
***
બેસ્ટ કોરોના ‘વીર’
રેમડેસિ-વીરની વાત જ નથી. આ તો એક બાજુ લોકો ટપોટપ કોરોનામાં ઝડપાઈ રહ્યા હતા છતાં ગુજરાતમાં જે શૂરવીરતાથી ચૂંટણીની સભાઓ અને રેલીઓ નીકળી રહી હતી તેના વીર નેતાઓ માટે આ એવોર્ડ છે !
***
બેસ્ટ કોરોના ‘ટેટુ’
હમણાં તો એ ભૂંસાઈ ગયા છે પણ એ વખતે પોલીસે જે ડંડા માર્યા હતા એનાથી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment