જુદા જુદા દેશના લોકોની અલગ અલગ ખાસિયતો હોય છે. ધારોકે એક નિર્જન ટાપુ ઉપર એકબીજાથી અજાણ્યા હોય એવા બે પુરુષો અને એક સ્ત્રી જઈ પહોંચે તો ?
***
જો એ લોકો ફ્રેન્ચ હશે તો ત્રણેય જણા બિન્દાસ બનીને આખી જિંદગી પસાર કરશે.
***
જો એ લોકો ઇટાલિયન હશે તો પેલી એક સ્ત્રીને ખાતર પેલા બે પુરુષો અંદરોઅંદર લડી મરશે અને બંને એકબીજાને મારી નાંખશે !
***
જો એ લોકો બ્રિટીશરો હશે તો વરસો લગી એકબીજા સાથે વાત પણ નહીં કરે ! કેમકે એકબીજાની ‘ઇન્ટ્રોડક્શન’ કરાવવા માટે અહીં કોઈ છે જ નહીં !
***
જો એ લોકો ચાઇનિઝ હશે તો ત્યાં કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના કરશે ! એક પુરુષ ચેરમેન બનશે. બીજો પુરુષ વાઇસ ચેરમેન બનશે. પછી બન્ને જણા ભેગા થઈને પેલી સ્ત્રીને કહેશે કે, “આપણી પાર્ટીમાં સભ્ય સંખ્યાનો ઉમેરો કરવા માટે તારે ફરજિયાત સહકાર આપવો જ પડશે !”
***
જો એ લોકો બાંગ્લાદેશી હશે તો રાહ જોશે કે ક્યારે કોઈ ભારતીય રાજકીય પાર્ટીનો એજન્ટ આવે, એમને ભારતનાં મતદાર કાર્ડ બનાવી આપે અને ભારતમાં ઘૂસણખોરી કરાવી આપે !
***
જો એ લોકો અફઘાનિસ્તાનના હશે તો સૌથી પહેલાં પેલી સ્ત્રીને બુરખો પહેરાવી દેશે અને કહેશે કે ‘તારામાં શયતાન છે !’ ત્યાર બાદ છ વરસમાં એને છ બાળકો પેદા થઈ ગયાં હશે ત્યારે પેલા બે જણા વિચારતા હશે કે ‘હજી કેટલા શયતાન આ સ્ત્રીમાંથી બહાર આવવાના બાકી છે ?’
***
અને જો એ લોકો ઇન્ડિયનો હશે તો એકતા કપૂર એમની ઉપર સિરીયલ બનાવશે… જેમાં પેલી સ્ત્રી પહેલાં એક પુરુષ જોડે પરણશે, પછી બીજા પુરુષ જોડે, પછી પહેલા પુરુષ જોડે, પછી બીજા પુરુષ જોડે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment