ક્યારેક એવા સમાચારો આવતા હોય છે કે એમાં ઉપરથી વઘાર કરવાની ખરેખર બહુ જ મઝા આવતી હોય છે ! વાંચો આજના વઘાર…
***
ન્યુઝ
શહેરોમાં ઢોર રાખવા માટે પશુપાલકોએ હવે લાયસન્સ લેવું પડશે.
વઘાર
એવું છે ? તો ભેગાભેગું PUC સર્ટિફિકેટનું પણ કરાવોને… પોદળા અને વા-છૂટ માટે !
***
ન્યુઝ
‘ડૉલ’ જેવી દેખાવા માટે અમેરિકાની એક મોડલે 11 લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા.
વઘાર
આપણા દેશના બૈરાંઓને ‘ડૉલ’ નહીં પણ ‘ડોલ’ જેવી બનવા માટે કશાય ખર્ચાની જરૂર હોતી નથી. એની મેળે જ ભમભોલ ડોલ બની જાય છે !
***
ન્યુઝ
યુપીની એક સરકારી વેબસાઇટે જાણીતા શાયર અકબર ઈલહાબાદીનું નામ બદલીને અકબર ‘પ્રયાગરાજી’ કરી નાંખ્યું.
વઘાર
એ હિસાબે તો ગુજરાતના અધીર ‘અમદાવાદી’ અધીર ‘કર્ણાવતી’ બની જશે અને ‘શૂન્ય’ પાલનપુરીનું નામ તો ‘શ્રી સવા શૂન્ય’ પાલનપુરી થઈ જશે !
***
ન્યુઝ
‘બચપન કા પ્યાર’ ગાઇને ફેમસ થી ગયેલા છોકરા સહદેવ દિરદોને એક અકસ્માતમાં ચાર ટાંકા આવી ગયા.
વઘાર
હવે એને જિંદગીભર ‘બચપન કા ટાંકા’ યાદ રહેશે !
***
ન્યુઝ
હરભજનસિંહે જાહેર કર્યું છે કે હવે એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ‘નિવૃત્ત’ થયો છે.
વઘાર
એ તો બરાબર, પણ છેલ્લા છ વરસથી આ વાત એણે છૂપાવીને કેમ રાખી હતી ?
***
ન્યુઝ
31 ડિસેમ્બરે હવે ડાન્સ પાર્ટીઓ થઈ શકશે નહીં.
વઘાર
સરકારને આ ‘ડાન્સ’ કોણ કરાવી રહ્યું છે ? કોરોના કે મિડિયા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment