ભારતની યુવતી હરનાઝ કૌર સંધુને ‘મિસ યુનિવર્સ’નો ખિતાબ મળ્યો એ વાત તો જાણે સાવ ફાલતુ હોય એમ લગભગ ભૂલાઈ જવાની અણી ઉપર છે !
તેમ છતાં તેને થોડી વણમાગી ફિલ્મી સલાહો મળી રહી છે ! જુઓ…
***
આલિયા ભટ્ટે તો ખાનગીમાં રોકડી જ સલાહ આપી છે :
‘ડિયર હરનાઝ, તું જો એમ સમજતી હોય કે સારી હાઇટ અને સારું ફિગર હોય તો તને ફિલ્મો મળી જશે, તો તું ખાંડ ખાય છે ! મારી સામું જો ! છે કંઈ ? છતાં હું ટોપ સ્ટાર છું ને ?’
***
સારા અલી ખાને પણ ચોખ્ખી જ ચોપડાવી છે :
‘ઓ હલો ! તને શું લાગે છે, તારો ફેસ બહુ બ્યુટિફૂલ છે ? બ્હેનજી, ફેસ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, તારા ડેડી ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ !’
***
કરીના કપૂરે પણ એને સાચી સલાહ આપી છે :
‘ડિયર હરનાઝ ! તારું નસીબ જ ખરાબ છે. જોને, કરણ જોહરને મળ્યા વિના તારું અહીં કંઈ થવાનું નથી ! અને કરણને ત્યાં કોરોનાને કારણે ‘નો એન્ટ્રી’ છે ! સો સોરી !’
***
સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ સાચી સલાહ આપી છે :
‘અત્યારથી તૈયાર રહેજે બ્હેન, કેમકે એકાદ દિવસ શાહરૂખ ખાન તારી ફિરકી લેવા માટે તને પૂછશે… તુમને ચાર ચાર નામ ક્યું રખે હૈ ? હર… નાઝ.. કૌર… સંધુ…?’
***
અને કંગના રાણાવત કંઈ બાકી રહે ખરી ? એણે સલાહ આપી છે :
‘ફિલ્મોમાં કામ મળે કે ના મળે, તું મને આવીને મળ, હું તને ટ્વિટર ક્વીન બનાવી દઈશ ! યુ સી, 2014 પછી મળેલી આઝાદીનો આ જ તો ખરો ફાયદો છે !’
***
અને શશી થરૂરે ખાસ મેસેજ મોકલ્યો છે :
‘મેરી ઇંગ્લીશ પે મત જાઓ, મેરી ભાવનાઓં કો સમજો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment