આવો, દિવાળી પછી હવે ફેમસ લોકોને પણ નવા વરસની શુભેચ્છાઓ પાઠવી દઈએ...
***
આર્યન ખાન
તારી વોટ્સએપ ચેટનાં 'પ્રેરણાદાયી' વાક્યો વાંચીને પોલીસ પણ કહેવા લાગે કે ‘આપ કે ચરણ કહાં હૈં !’
***
શાહરૂખ ખાન
આપનો સુપુત્ર એટલો બધો સંસ્કારી બની જાય કે ‘સંસ્કાર’ ચેનલમાં રોજ એનું વ્યાખ્યાન સાંભળવાનું મન થાય !
***
બિલ ગેટ્સ
તમારા વધુ એક લગ્ન થાય અને વધુ એક છૂટાછેડા થાય, જેથી વધુ એક અબજ ડોલરનો ફાયદો થાય !
***
માર્ક ઝુકરબર્ગ
તમારો ભેટો યોગીજી સાથે થાય અને યોગીજી તમારું પણ નામ બદલી નાંખે !
***
અમિતાભ બચ્ચન
તમને પુરા એક વરસનું ‘વેકેશન’ મળી જાય ! (અરે, જરા આરામ તો કરો, મારા સાહેબ?)
***
રાહુલ ગાંધી
તમને કરવા માટે ખરેખર કોઈ સારું કામ મળી જાય ! (કોંગ્રેસ પ્રમુખ સિવાયનું ! જેથી કોંગ્રેસ પણ છૂટે બિચારી.)
***
અભિષેક બચ્ચન
તમને પણ કોઈ સારું (એટલે કે એક્ટિંગ સિવાયનું) કામ મળી જાય ! જેથી પ્રેક્ષકો છૂટે બિચારા.
***
કંગના રાણાવત
દહાડે દહાડે તમે વધુ ને વધુ ‘શાંતિપ્રિય’ બનતા જાવ એટલી જ શુભેચ્છા ! (આ મેસેજ ટ્વિટર તરફથી છે.)
***
મમતા બેનરજી
દીદી, તમને પણ કંગના રાણાવતની જ શુભેચ્છા લાગી જાય એવી શુભેચ્છા ! (આ મેસેજ મોદીજી તરફથી છે.)
***
આલિયા ભટ્ટ અને જ્હાન્વી કપૂર
તમે બન્ને પેટ ભરીને ભોજન જમો અને આ ‘શારીરિક કુપોષણ’માંથી બહાર આવો એવી શુભેચ્છા !
***
વિરાટ કોહલી અને ભારતીય ટીમ
ભારતમાં ઇંડા અને ટામેટાંના ભાવ પેટ્રોલ-ડિઝલ કરતાંય ચાર ગણા થઈ જાય ! જેથી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment