છેલ્લા છ-સાત દિવસમાં શેરબજારની જે માઠી બેઠી છે કે વાત ના પૂછો ! આવા સમયે દિલને રાહત આપવા માટે થોડી નવી કહેવતો…
***
જુની કહેવત
લાંબા સાથે ટુંકો જાય, મરે નહીં તો માંદો થાય.
નવી કહેવત
એફડી તોડીને આઈપીઓમાં જાય, તૂટે નહીં તો ઉઠમણું થાય !
***
જુની કહેવત
પાદરની પહોંચ નથી અને તોપખાનાના એલચી થવું છે.
નવી કહેવત
પાન-કાર્ડની પહોંચ નથી અને પોર્ટફોલિયોના બાપ થવું છે !
***
જુની કહેવત
રાઇના ભાવ, રાતે ગયા
નવી કહેવત
ડિમેટનાં ભાડાં, ડિસ્કાઉન્ટમાં ગયા.
***
જુની કહેવત
આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા.
નવી કહેવત
ભરો નવાં ભરણાં, મુરખા બધે સરખા !
***
જુની કહેવત
ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બારા આના
નવી કહેવત
કમાયા-બમાયા કુછ નહીં, કમિશન દિયા બારા હજાર !
***
જુની કહેવત
સૌ કા કિયા સાઠ, આધે ગયે નાઠ, દસ દૂંગા દસ દિલાઉંગા, બાકી દસ મેં ક્યા લેના ? ક્યા દેના ?
નવી કહેવત
હથેલીમાં ચાંદ, દલાલ ગયે નાઠ, પ્રિમિયમ લુંગા, ડબલ દિલાઉંગા, મગર મંદીમેં ક્યા લેના ? ક્યા દેના ?
***
સાવ નવી કહેવતો
- આઈ-પીઓ કે દિવેલિયું પીઓ, બન્ને સરખું.
- આઈપીઓમાં મુકો પૂળો, ગાજર ગયું ને હાથમાં મૂળો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment