એવી અમારી શુભેચ્છા !

નવા વરસમાં આપને

રાહુલ જેવું બાળપણ મળે

સલમાન જેવી જુવાની મળે

અને અમિતાભ બચ્ચન જેવું ઘડપણ મળે

એવી અમારી શુભેચ્છા !

ઘરની પછવાડે

તેલનો કૂવો મળે,

રસ્તે જતાં 2000ની નોટ મળે

મોબાઈલમાં 20,000 લાઇક મળે

અને સારા સ્વભાવની વાઇફ મળે...

એવી અમારી શુભેચ્છા !

અંબાણી તમારી પાસે

100 કરોડના છૂટા માગવા આવે

અદાણી તમારી પાસે

500 કરોડ હાથ ઉછીના

માગવા આવે… અને

રતન ટાટા તમારા

હેલિકોપ્ટરમાં લિફ્ટ માગે…

એવી અમારી શુભેચ્છા !

સપનામાં ઐશ્ર્વર્યા રાય આવે

ને જાગો તો કેટરીના

સામે ઊભી હોય,

બગાસું ખાઓ તો કરીના

ચા લઈને આવે, અને

ખાંસી ખાઓ ત્યાં તો

AMISનો આખો સ્ટાફ

હાજર થઈ ગયો હોય…

એવી અમારી શુભેચ્છા !

મોદીજી સાથે તમારો

વિદેશ-પ્રવાસ હોય

યોગીજી સાથે તમારી

છઠ પૂજા હોય

રૂપાણીજી તમારે ત્યાં

ચા પીવા આવે, અને

ભૂપેન્દ્રભાઈ તમને ગાંધીનગર

જમવા બોલાવે…

એવી અમારી શુભેચ્છા !

કોહલી ફોન કરીને

તમને ‘સોરી’ કહે

શાહરૂખ ઘરે આવીને

તમારી સલાહ માગે

બિલ ગેટ્સના ઘરેથી

માંગુ આવે, અને

ઝુકરબર્ગની ‘મેટા’માં

તમને પાર્ટનરશીપ મળે...

એવી અમારી શુભેચ્છા !

આ તો બધી, સમજ્યા કે

હવાઈ ચકરી જેવી વાતો છે

પણ આ વરસે તમને

સીંગતેલના એક ડબ્બા પર

100 ગ્રામ ‘મગફળી’ ફ્રી મળે…

એવી અમારી શુભેચ્છા !

***

- મન્નુ શેખચલ્લી

Comments