લખનૌની પણ IPL ટીમ બનવાની છે. આ તો નવાબોનું શહેર છે એટલે ટીમમાં પણ એની અસર જરૂરથી જોવા મળશે !
***
લખનૌ ટીમના બેટસમેનોને ‘બલ્લે-નવાબ’ કહેવામાં આવશે.
બોલરોને ‘ગૈંદે-નવાબ’ કહેવામાં આવશે
અને વિકેટ કીપરને ‘ડંડે-નવાબ’ કહેવામાં આવશે !
***
ઓપનિંગ બેટ્સમેનો જ્યારે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરવાના હશે ત્યારે લોકોને અડધા કલાક સુધી રાહ જોઈને બેસી રહેવું પડશે…
- કેમ કે બન્ને બેટ્સમેનો એક બીજાને ‘પહલે આપ…’ ‘પહલે આપ…’ કહ્યા કરતા હશે !
***
લખનૌની ટીમ ટોસ જીતે પછી પણ કદી બેટિંગમાં નહીં ઉતરે ! પૂછો કેમ ?
- પહલે આપ !
***
લખનૌની ટીમમાં ડઝનબંધ રન-આઉટ થતા જ રહેશે ! પૂછો કેમ ?
-અરે, પહલે આપ !
***
ચોગ્ગા અને છગ્ગા વાગે ત્યારે બાઉન્ડ્રીની બહાર ચિયર-ગર્લ્સને બદલે મુજરાવાળીઓ નાચતી હશે !
એમાંય જ્યારે અમદાવાદની ટીમ લખનૌમાં રમવા આવશે ત્યારે મુજરાવાળીઓના હાથમાં ડાંડીયા પકડાવી દેવામાં આવશે !
***
ટીમના સ્ટાફ મેમ્બરોને ડગ-આઉટમાં બેસવા માટે ખુરશીઓને બદલે ગાદી-તકીયા રાખ્યા હશે.
***
સ્ટ્રેટેજીક ટાઇમ આઉટમાં લખનૌના પ્લેયરો માટે હુક્કા લાવવામાં આવશે.
અને લંચ-બ્રેક પછી પાનની પિચકારીઓ મારવા માટે પ્લેયરો પોતાની સાથે પિકદાનીઓ લઈને મેદાનમાં આવશે !
***
મેચ પત્યા પછી લખનૌ ટીમનો કેપ્ટન તથા પ્લેયર ઓફ ધ મેચ વગેરે ઇન્ટરવ્યુ આપવાને બદલે શાયરીઓ લલકારશે !
***
આ બધો ઠાઠમાઠ જોકે બહુ લાંબો સમય ચાલવાનો નથી કેમકે એક દિવસ તો યોગીજી લખનૌ ટીમનું નામ જ બદલી નાંખશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment