આખરે ગઈકાલે IPL પતી ! એમાં બેસ્ટ ટીમ બેસ્ટ બેટ્સમેન / બોલર વગેરે એવોર્ડ્ઝ તો આપ્યા જ હશે પણ અમારી પાસે અમુક અવળચંડા એવોર્ડ્ઝ છે ! સાંભળો…
***
બેસ્ટ સ્ટ્રેટેજિક ટાઇમ-આઉટ
બધા ટાઇમ-આઉટ અઢી મિનિટના હોય છે પણ આ વખતે IPL મેચોનો લાંબામાં લાંબો ટાઈમ-આઉટ 148 દિવસનો હતો ! અમદાવાદની 2 મે અને દૂબઈની 19 સપ્ટેમ્બરની મેચ વચ્ચે ! કોરોનાને કારણે…
***
મોસ્ટ ડેન્જરસ ઓડિયન્સ
અમદાવાદની IIMના દસ સ્ટુડન્ટો… જે કોરોના પોઝિટીવ હતા છતાં મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા !
***
મોસ્ટ સ્ટુપિડ ઓડિયન્સ
સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ વખતે સ્ટેડિયમની ડિજિટલ પેનલમાં જે હાથ ઉછાળતા, ઠેકડા મારતા, તાળીઓ પાડતા પ્રેક્ષકો બતાડે છે તે ! અલ્યા ભઈ, ટાઇમ આઉટમાં કોણ આટલું ઉછળે છે ?
***
સૌથી છેતરામણી એડ.
આપણને લાગે કે મેચ ફરી શરૂ થઈ ગઈ છે… ફ્રી હિટ પણ અપાઈ ગઈ ? બાઉન્ડ્રી પણ વાગી ગઈ ? પછી ખબર પડે કે આ તો unacadmyની એડ. છે, જેમાં જાણીતા કોમેન્ટેટરોને ટ્યૂબલાઇટ થાય છે કે આ તો એડ. છે ! બોલો.
***
મોસ્ટ મિસિંગ VIP
બે ચાર મેચમાં પ્રિટી ઝિન્ટા જોવા મળી, બાકી ના તો શાહરૂખ જોવા મળ્યો, કે ના તો નીતાભાભી ! કમ સે કમ મુકેશ અંબાણીએ એમના એકાદ બાબાને તો મેચ જોવા મોકલ્યો હોત ? આર્યનની ખોટ પુરાઈ જાત.
***
અને મોસ્ટ સ્ટુપિડ એનાલિસિસ !
હરીફરીને ત્રણ જ મેદાનો હતાં. ત્રણ જ જાતની પિચો હતી, એની એ જ ટીમો હતી… છતાં મેચના એક કલાક પહેલાંથી શું લવારા કર્યા કરતા હતા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment