આર્યન ખાનનાં શબ્દ- મિમ્સ !

શાહરૂખ ખાનનો બિચારો બાબો આર્યન ખાન થોડાક મિલિગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો એમાં તો હાહાકાર મચી ગયો છે ! સોશિયલ મિડિયામાં જે મિમ્સ ફાટી નીકળ્યાં છે તેમાં થોડા ઉમેરા કરી લઈએ… ફોટા વિના !

***

સંજય દત્ત શાહરૂખ ખાનને કહી રહ્યો છે :

‘ડોન્ટ વરી શાહરૂખ, તુમ જાકર રાજકુમાર હિરાની સે મિલો. વો તુમ્હારે બેટે કી બાયો-પિક બનાકર ઉસે ક્લીન-ચિટ દિલવા દેગા.’

***

રિયા ચક્રવર્તી અને દિપિકા પદૂકોણ આર્યન ખાનને ફોનમાં કહી રહ્યાં છે :

‘બેટે, કમ સે કમ વોટ્સએપ સે ચેટ ડિલીટ કરના તો સીખા હોતા, હમ સે !’

***

શાહરૂખ ખાન દૂબઈમાં અમુક મોટા અંડરવર્લ્ડ ડોન સાથે ઊભો છે. તે ફોન ઉપર આર્યનને કહે છે :

‘ફિકર મત કરો બેટા, મૈં દૂબઈ મેં કુછ અચ્છે લોગોં કો જાનતા હું. વો હમારી હેલ્પ કરેંગે !’

***

શાહરૂખ ખાન સની દેઉલની જેમ કોર્ટમાં ઘાંટા પાડી રહ્યો છે.

‘અચ્છા ? મુંદ્રા કા ડ્રગ્સ સિર્ફ ટેલ્કમ પાવડર.. ઔર મેરે બેટા કા ડ્રગ્સ બ્રેકિંગ ન્યુઝ ?’

***

CID સિરિયલના ACP પ્રદ્યુમ્ના દયાને કહી રહ્યા છે.

‘દયા પતા કરો, યે ઇતના બડા ક્રુઝ થા, ફિર ભી સિર્ફ ઇતના માલ લેકર કહાં જા રહા થા ?’

***

જ્હોની લિવર પેટ પકડીને હસતાં હસતાં આર્યન ખાનને કહી રહ્યો છે :

‘અબે ઘોંચુ ! કેમેરા કે લેન્સ મેં ડ્રગ્સ છૂપાઓગે તો તો કેમેરા મેં દિખ હી જાયેગા ના ?’

***

ખુશખુશાલ થઈ ગયેલો કરણ જોહર શાહરૂખ ખાનને ફોનમાં કહી રહ્યો છે :

‘કોન્ગ્રેચ્યુલેશન્સ શાહરૂખ ! નિપોટિઝમ ગયા તેલ લેને ! અબ તો ન્યુઝ ચેનલ વાલોં ને હી તુમ્હારે બેટે કો લોન્ચ કર દિયા !’

***

અને જેલમાં જઈ રહેલા આર્યન ખાનને એક હવાલદાર સાઈડમાં બોલાવીને ધીમેથી કહે છે :

‘અચ્છા સુનો… જેલ મેં માલ ચાહિયે તો બોલ દેના…’

***

- મન્નુ શેખચલ્લી

Comments