ન્યુઝનું મારણ ન્યુઝ !?

ગુજરાતીમાં કહેવત છે કે ‘ઝેરનું મારણ ઝેર’ અથવા ‘કાંટાથી જ કાંટો નીકળે’… આવું જ કંઈક આજકાલ ન્યુઝમાં થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જુઓ…

***

ન્યુઝ (1)

શાહરૂખ ખાનના દિકરાને 25 દિવસ પછી જામીન મળી ગયા.

ન્યુઝ (2)

NCBના અધિકારી વાનખેડેના બર્થ સર્ટિફિકેટ તથા લગ્ન સર્ટિફિકેટ બાબત વિવાદ. ખુદ NCBએ વાનખેડેની પૂછપરછ કરવા માંડી.

***

ન્યુઝ (1)

બાંગ્લાદેશમાં હિન્દુ નાગરિકો ઉપર હિંસક હુમલાઓ થયા.

ન્યુઝ (2)

એ જ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ ઉપર પણ હિંસક હુમલા થયા.

***

ન્યુઝ (1)

અબજોપતિ એલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૩૬ મિલિયન ડોલરનો વધારો થયો.

ન્યુઝ (2)

ભારતના શેરબજારમાં જોરદાર કડાકો. રોકાણકારોની સંપત્તિમાં ૪.૮૩ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ.

***

ન્યુઝ (1)

ફેસબુકનો આંતરિક રીપોર્ટ બહાર આવ્યો જેમાં લખ્યું છે કે ફેસબુક કોમી વેરઝેરને ફેલાવવામાં તથા ફેક ન્યુઝને અટકાવવામાં ખાસ પગલાં લેતું નથી.

ન્યુઝ (2)

માર્ક ઝુકરબર્ગે ફેસબુકનું નામ જ બદલી નાંખ્યું.

***

ન્યુઝ (1)

પ્રશાંત કિશોર રાહુલ ગાંધીની નિકટતા વધારી રહ્યા છે. તેમને કોંગ્રેસમાં મહત્વનો ભાગ ભજવવા મળે તેવી શક્યતા.

ન્યુઝ (2)

પ્રશાંત કિશોરે કહ્યું કે રાહુલ ગાંધી ભાજપ વિશે ભ્રમમાં ના રહે. ભાજપ આવનારા ત્રણ દાયકા સુધી રહેશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments