વર્લ્ડ-કપની પહેલી જ મેચમાં ભારતની ટીમ જે રીતે પાકિસ્તાન સામે હારી ગઈ તે જોયા પછી સૌના હાથમાંથી ‘મૌકા મૌકા’ છૂટી ગયા…
ઉલ્ટું, હાર્યા પછી જે કોમેન્ટો આવી રહી છે એમાં તો ડહાપણની વાતો છે !
***
ઠીક છે, અગાઉ તો બાર વાર હરાવ્યા હતા ને ? તો જાવ, એક વાર જીતવા દીધા !
***
જોયું ? છેલ્લા 29 વરસનો રેકોર્ડ પણ વિરાટભાઈએ જ તોડ્યો ને ! એ માણસ રેકોર્ડો તોડવા માટે જ સર્જાયો છે.
***
એક્ચુલી તો બાકી વધેલા ફટાકડા દિવાળીમાં ફોડવા માટે બચાવી રાખવાના હતા. વિરાટભાઈને તો ખબર જ છે કે આ વખતે ફટાકડા કેટલા મોંઘા છે.
***
અને જોયું ? પાકિસ્તાનમાં ધનાધન ફટાકડા ફોડાવી નાંખ્યા ! બોલો, એમણે પણ આપણી દિવાળી ઉજવવી જ પડી ને, આખરે !
***
દૂબઈ મેચ જોવા માટે ગયેલા ઇન્ડિયાના ટુરિસ્ટોને કહેવાનું કે ‘છોડો યાર, દુબઈમાં એ સિવાય પણ ઘણું જોવા જેવું છે…’
***
બાકી પાકિસ્તાનીઓએ જે હજારો ટીવીના વીમા ઉતરાવેલા એ કેવા વેસ્ટ ગયા !
***
એ તો દુબઈના ભાઈલોગ સાથે મારે ફોન પર વાત નહોતી થઈ ને, એટલે…
***
એક્ચુલી તો ઇમરાન ખાને આપણા મોટાભાઈને ફોન કરેલો. મોટાભાઈએ કહ્યું, ‘ઠીક છે, ઇમરાન ! જા, જી લે અપની જિંદગી !’
***
બાકી સાચું કહું તો ક્રિકેટ મેચો જોવી એ નાણાં અને સમયનો બગાડ છે ! આ જ્ઞાન અમને 24મી ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યે જ આવ્યું…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment