આ વખતે પેલા ભવ્ય પાર્ટી-પ્લોટોના ગરબા નથી એટલે એના ‘પાસ’ની પણ બોલબાલા ગાયબ છે ! આવા સમયે બિચારા ખેલૈયાઓ આલતુ ફાલતુ સોસાયટીઓ અને ફ્લેટોમાં ફાંફાં મારે છે !
સાંભળો એને લગતી શાયરીઓ, નામી શાયરોની માફી સાથે…
***
પહેલાં સમું ‘પાસ’નું
ધોરણ નથી રહ્યું
કોઈ સોસાયટીના મળે
તો ય પહોંચી જવાય છે !
***
નોરતાંના આ ગરબામાં
જલ્દી ના કરો ‘મન્નુ’…
એક તો ઓછાં નોરતાં છે
ને બાર વાગ્યાની લિમિટ છે !
***
ના માગ ખુદા પાસે
400થી વધુની લિમિટ
એક કોરોના એવો દેશે
4 ડાઘુ પણ નહીં મળે !
***
કહેવાને કાજે એણે
ઓઢણી તો લીધી
પછી એનું જ કરીને ‘માસ્ક’
500ના દંડથી બચી !
***
ગરબાના પાસના હજી
એ જ છે સંતાપ
હાઈ-ફાઈ સોસાયટીઓના
કદી મળતા નથી !
***
મારા ત્રાસનું કારણ શું કહું ?
પાસ જ નીકળ્યો ‘સાપ’…
હું એની સોસાયટીમાં ગયો
ત્યારે એ મારી સોસાયટીમાં હતી !
***
દાંડિયા કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે
સોસાયટીના રાસમાં હવે
આન્ટીઓ જ ભટકાય છે !
***
(પરંતુ છેવટે...)
હરોફરો ગમે ત્યાં
ફાંફાં બધે મારી જુઓ..
સગવડ જો સાચી પૂછો
આપણા ‘કોમન-પ્લોટ’માં જ છે !
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment