ઓનલાઈન દોઢ વરસ ભણ્યા પછી હવે સ્કુલનાં છોકરાંઓને જાતે નિશાળમાં જઈને ભણવાનું ફાવતું નથી ! કહે છે કે આ ઓફલાઇન શિક્ષણમાં અમુક પાયાના ફેરફારો કરવા માટે સ્કુલનાં છોકરાંઓ નવી નવી માગણીઓ કરવાના છે ! જુઓ…
***
માગણી નંબર (1)
સ્કુલમાં અને ક્લાસમાં મોબાઇલ એલાઉડ હોવો જોઈએ.
***
માગણી નંબર (2)
ચાલુ ક્લાસે મોબાઈલ ચાલુ રાખવાનું પણ એલાઉડ હોવું જોઈએ.
***
માગણી નંબર (3)
ધોરણ 1 થી 5માં જોડે મમ્મીઓને બેસાડવાનું એલાઉડ કરવું પડશે. નહિતર અમને ‘ભણાવશે’ કોણ ?
***
માગણી નંબર (4)
ચાલુ ક્લાસે, મોબાઈલ ચાલુ રાખીને મુવી કે ગાયન જોતાં જોતાં અથવા ગેમ રમતાં રમતાં ઘરેથી લાવેલો નાસ્તો ખાવાનું એલાઉડ હોવું જોઈએ.
***
માગણી નંબર (5)
આ બધું એલાઉડ હોવું જોઈએ પણ ટિચર કે સર ‘લાઉડ’ અવાજે ભણાવે… તે એલાઉડ ના હોવું જોઈએ. મોબાઈલમાં ડિસ્ટર્બ થાય છે.
***
માગણી નંબર (6)
ક્લાસમાં ઓફલાઇન ભણતા હોઈએ તો પણ મોબાઈલમાં ઓનલાઈન ક્લાસ ચાલુ કરીને ક્લાસની બહાર રખડવા જવાનું એલાઉડ હોવું જોઈએ.
***
માગણી નંબર (7)
ક્લાસમાં બેસાડીને પેન વડે નોટમાં લખાવે છે તે બંધ કરીને બધું મોબાઈલમાં કોપી-પેસ્ટ કરવાનું એલાઉડ કરો.
***
માગણી નંબર (8)
ભણાવવું હોય તો ભણાવો, ને ના ભણાવવું હોય તો ના ભણાવો પણ આ વરસે બી બધાને પાસ કરી દેવાનું પ્રોમિસ આપો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment