કહે છે કે હવે ચીન અફઘાનિસ્તાનમાં જઈને તેને મદદ કરવાનું છે ! ભઈ, આમાં તો કેટલી ચીની જોક્સ બની શકે છે…
***
ચીન જો અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં ઝુકાવશે તો શું થશે ?
- ટલ–લી !
***
અને જો ચીન અફઘાનિસ્તાનમાં જઈને ચણા ઉગાડવાનો ધંધો કબજામાં લેશે તો શું થશે ?
- કાબુ - લી !
***
અફઘાનિસ્તાનના તાલિબાનો ચીન પાસે શું માગી રહ્યા છે ?
- ગો - લી !
***
અને ચીનવાળા તાલિબાનીઓને અસલમાં શું માની રહ્યા છે ?
- સટક - લી !
***
ચીનવાળા અફઘાનિસ્તાનમાં જે ચાઇનિઝ ફૂડ અને સોસ વગેરે વેચવાનો પ્રોજેક્ટ વિચારી રહ્યા છે તેનું નામ શું છે ?
- ખા…લી ! પી… લી !
***
જોકે અફઘાનિસ્તાનમાં અગાઉ બ્રિટન, રશિયા અને અમેરિકા આ ત્રણે દેશો અંદર ઘૂસ્યા પછી ફસાઈ ગયા છે. તો ચીન શું વિચારીને અફઘાનિસ્તાનમાં જવા માગે છે ?
- જો હો, સો હો !
***
તાલિબાનને સપોર્ટ કરીને ચીન અમેરિકાને શું કરવા માંગે છે ?
- ઉંગ - લી !
***
જો ચીન અને તાલિબાન વચ્ચે દોસ્તી થઈ જાય તો ચીન તાલિબાન પાસે સૌથી પહેલાં શું માગશે ?
- અરે, વેરી સિમ્પલ… તા - લી !
***
તાલિબાન તાલી આપ્યા પછી શું આપશે ?
- એ પણ સિમ્પલ… ગા - લી!
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment