આઈપીએલની આ તેરમી સિઝન છે પરંતુ એમાં જોવા જાવ તો બોલબાલા ત્રણની જ છે…
***
ત્રણ એવા બેટ્સમેનો છે. જે પિચ ઉપર આવે ત્યારે લાગે કે હમણાં કંઈક કરી નાંખશે… હમણાં બાજી પલટી નાંખશે… પણ ખરેખર એ ત્રણ કંઈ કરતા જ નથી.
(1) ધોની (2) પોલાર્ડ (3) ક્રીસ ગેઈલ
***
ત્રણ કેપ્ટનો એવા છે જેમને પોતાના 50-60 રન થઈ જાય એટલી જ ચિંતા હોય છે. બાકીની મેચ ગઈ તેલ લેવા…
(1) કે એલ રાહુલ (2) સંજુ સેમસન (3) વિરાટ કોહલી
***
ત્રણ ટીમો એવી છે જેને જોઈને એવું જ લાગે છે કે આઈપીએલમાં તે હારવા માટે જ આવી છે ! એટલું જ નહીં, હારીને જ પૈસા બનાવતી હશે…
(1) હૈદરાબાદ સનરાઈઝર્સ (2) રાજસ્થાન રોયલ્સ (3) પંજાબ કિંગ્સ ઇલેવન
***
ત્રણ એવા સિનિયર અને દિગ્ગજ ખેલાડીઓ છે જેમને શા માટે બોલાવે છે અને શા માટે શોભાના ગાંઠીયાની માફક ડગ-આઉટમાં બેસાડી રાખે છે તે સમજાતું જ નથી !
(1) સચિન તેંડુલકર (2) રિકી પોન્ટિંગ (3) મહિલા જયવર્દને
***
અરે, ત્રણ કોમેન્ટરો પણ એવા છે જે હકીકતમાં આ વખતે કોમેન્ટ્રી બોક્સમાં છે જ નહીં છતાં કોમેન્ટેટર તરીકે એક જાહેરખબરમાં આવીને આપણને કન્ફ્યુઝ કરી નાંખે છે !
(1) હર્ષા ભોગલે (2) વીરેન્દ્ર સેહવાગ (3) આકાશ ચોપરા
***
અને, આજકાલ તો ત્રણ જ એવા શહેર છે જ્યાં લાઈવ પ્રેક્ષકો, લાઈવ મેચને, લાઈવ રીતે, પોતાની નરી આંખે, સ્ટેડિયમમાં બેસીને જોઈ શકે છે !
(1) શારજાહ (2) દૂબઈ (3) અબુ ધાબી
***
બાકી, એક જ દેશ એવો છે જેના પ્લેયરોને આઈપીએલમાં એન્ટ્રી નથી… પાકિસ્તાન !
અને એક જ દેશ એવો છે જ્યાં ટીવીમાં આઈપીએલ જોવી એ ‘પાપ’ ગણાય છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment