લો, અધૂરી રહી ગયેલી આઈપીએલ ફરી શરૂ થઈ ગઈ ! જાણે કે ઇન્ટરવલ પછી બાકી રહેલી કોઈ મલ્ટી સ્ટારર ફિલ્મ છેક છ મહિના પછી જોવા બેઠા હોઈએ એવી ફિલીંગ થાય છે !
સ્ટોરી લગભગ ખબર છે કેમ કે આ તો ફિલ્મની 13મી સિકવલ છે ! એન્ડ માટે પણ કંઈ ખાસ સસ્પેન્સ નથી છતાં જોઈએ છીએ, કેમકે આપણા ફેવરીટ સ્ટાર્સ છે !
જુઓ ભઈ, બોર કરે કે મોજ કરાવે, આખરે એ જ તો આઈપીએલ છે…
***
રૂપિયાનો આખો ખેલ છે
એ જ તો આઈપીએલ છે
પોલ છે ને ઝોલ બી છે
એ જ તો આઈપીએલ છે !
***
વિરાટભાઈ તો ઢીલા છે
લોચામાં એનો ખેલ છે
દિગ્ગજ કરતાં પપલુ મોંઘા ?
એ જ તો આઈપીએલ છે !
***
છેલ્લા બોલે સિક્સર વાગે
તો જ લાગે કે મેચ છે !
ભલે બાકીનું ઢીલું-પોચું
એ જ તો આઈપીએલ છે !
***
ફરી ફેલાયા સોફા ઉપર
રિમોટ સહિત પતિદેવ છે !
ખાય બગાસાં, તોય જુએ છે
એ જ તો આઈપીએલ છે !
***
બાર બોલમાં બાવન રન ?
સાલું, કંઈ કહેવાય નહીં.
પૂછડિયા પણ ચાલી જાય
એ જ તો આઈપીએલ છે !
***
આમ જુઓ તો ફિક્સ છે
ને આમ જુઓ તો રિસ્ક !
પણ ના જુઓ તો ના ચાલે
એ જ તો આઈપીએલ છે !
***
નવું કશું બનતું નથી
વારતા એની એ જ છે
છતાં ગમે છે ટ્વિસ્ટ !
એ જ તો આઈપીએલ છે !
***
શાકના શું ભાવ થયા ?
કેટલે પહોંચ્યું પેટ્રોલ ?
હિસાબ ગણવો ના ગમે
એ જ તો આપીએલ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment