કાબુલની એક બેન્કની બહાર લાંબી લાઈન લાગી હતી. એક કલાક થઈ ગયો છતાં લાઈન ખસવાનું નામ લેતી નહોતી.
લાઈનના છેડે ઊભેલા અબ્દુલ ગનીની ખોપડી અચાનક હટી ગઈ. ‘યે સાલી ક્યા ભંકસ હૈ ? જ્યારથી આ તાલિબાનો આવ્યા છે ત્યારથી જીંદગી હરામ કરી નાંખી છે.’
‘ઠીક હૈ, મગર ક્યા કર સકતે હૈં ?’
અબ્દુલ ગનીએ દાંત કચકચાવ્યા. ‘મૈં અભી જાતા હું, બાજાર સે મશીનગન લેકર આતા હું ઔર સારે કે સારે તાલિબાની કો ઊડા દેતા હું !’
અબ્દુલ ગની પગ પછાડતો ગયો… અને એકાદ કલાકમાં ઢીલા પગલે પાછો આવ્યો !
‘ક્યું ? ક્યા હુઆ ?’
‘સાલી મશીનગન કી દુકાનોં પે ભી લંબી લંબી લાઈન હૈં !’
***
કહે છે કે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી જતાં પહેલાં અમેરિકાનાં વિમાનોમાં સળી કરીને એમને નકામાં કરીને ગયા છે !
ખેર, અમેરિકનો તો ગયા, પણ તાલિબાનો એમ કંઈ બેસી રહેવાના હતા ?
બે તાલિબાની સિપાહીઓ આર્મીના એર-બેઝમાં ઘૂસ્યા. બન્ને એક અમેરિકન વિમાનમાં જઈને પાયલોટની સીટ પર ચડી બેઠા.
એક તાલિબાનીએ કોકપિટનાં ખુલ્લા વાયરો મંતરવાનું શરૂ કર્યું. અમુક વાયરને અમુક વાયર સાથે જોડતાં વિમાન તો સ્ટાર્ટ થઈ ગયું ! તાલિબાનીઓ ખુશ થઈ ગયા !
એમણે તો વિમાન ઉડાડવા માંડ્યું ! હવામાં દસ બાર ચક્કરો મરાવ્યાં. ડાબેથી ઘુમાવ્યું, જમણેથી ઉઠાવ્યું, ઘુમરી લેવડાવી, ગુલાંટ મરાવી… જાતજાતનાં સ્ટંટ કર્યા પછી એમને યાદ આવ્યું :
‘અબે, ઇસ પ્લેન કો નીચે કૈસે ઉતારતે હૈં ?’
સત્તર જાતની માથાકૂટ કરવા છતાં પ્લેનને નીચે ઉતારવાની કોઈ ટેકનિક મળી નહીં. છેવટે અંદર બેઠેલા તાલિબાનીએ નીચે એરપોર્ટ ઉપર બેસી રહેલા તાલિબાનીઓને ફોન કરીને પૂછ્યું :
‘અબે, અમેરિકન હવાઈ જહાજ કો જમીન પર લાના જાનતે હો ?’
‘હાં, ક્યું નહીં ?’
બીજી જ ક્ષણે નીચેથી તાલિબાનોએ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ છોડી મુક્યું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment