આ મોંઘવારીના જમાનામાં ખિસ્સાને દિલ સાથે બહુ જામતું નથી ! દિલ કંઈ કહેતું હોય છે અને ખિસ્સું કંઈ જુદું જ ગાતું હોય છે…
***
દિલ કહે છે કે
પિત્ઝા ખાવો છે…
ખિસ્સું કહે છે કે
દાબેલી પણ ચાલશે !
***
દિલ કહે છે કે
એક કાર લઈ લઈએ…
ખિસ્સું કહે છે કે
બકા, છકડો કરી લે ને !
***
દિલ કહે છે, યાર
પાર્ટી થઈ જાય…
ખિસ્સું કહે છે કે
‘પાર્ટી’ ઊઠી ગઈ છે !
***
દિલ કહે છે, લાવો
જ્હોની વોકર..
ખિસ્સું કહે છે કે
ભાઈ, લે ને દેશી લિકર !
***
દિલ કહે છે કે
વર્લ્ડ ટુર પર જઈએ
ખિસ્સું કહે છે
પહેલાં, અંબાજીનું કર ને !
***
દિલ કહે છે, નવી
બાઇક લઈએ…
ખિસ્સું કહે છે, પહેલાં
સ્કુટરનું પંચર કર ને !
***
દિલ કહે છે કે
આઈ-ફોન લઈ લે…
ખિસ્સું કહે છે, પહેલાં
રિ-ચાર્જ તો કરી લે !
***
દિલ કહે છે, યાર
એક બંગલો જોઈએ…
ખિસ્સું કહે છે, ભાઈ
બાકીનું ભાડું તો ભરી દે !
***
દિલ કહે છે કે
લાઈફ હોય તો ‘હાઈ-ફાઈ’
ખિસ્સું કહે છે, બસ
જોઈએ છે ‘ફ્રી’ વાઈ-ફાઈ !
***
દિલ કહે છે હવે
જિંદગી રંગીન કર...
ખિસ્સું કહે છે, બેટા,
કેમેરાનું ફિલ્ટર યુઝ કર !
(સસ્તું પડશે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment