નવી અફઘાની કહેવતો !

દરેક પ્રદેશની કહેવતોમાં ત્યાંનું ડહાપણ છૂપાયેલું હોય છે. અફઘાનિસ્તાનની જુની કહેવતોમાં પણ એ જ જોવા મળે છે ! બસ, જરા નજર બદલવાની જરૂર છે ! જુઓ….

***

જુની કહેવત :

બહેરો બે વાર હસે

નવી કહેવત :

અમેરિકન બે વાર મુરખ બને.

***

જુની કહેવત :

ઊંટ મોટું રાખો તો ઘરનો દરવાજો પણ મોટો રાખો.

નવી કહેવત :

સૈન્ય મોટું રાખો તો મેદાન છોડીને ભાગવાનો રસ્તો પણ પહોળો રાખો.

***

જુની કહેવત :

ગળતા છાપરામાંથી નીકળીને વરસતા વરસાદમાં બેસવું.

નવી કહેવત :

વિયેતનામમાંથી નીકળીને અફઘાનિસ્તાનમાં ઘૂસવું.

***

જુની કહેવત :

કરચલો લંગડો થશે ત્યારે જ સીધો ચાલશે.

નવી કહેવત :

અમેરિકન ઉલ્લુ બનશે ત્યારે જ અક્કલ આવશે.

***

જુની કહેવત :

લાકડું બળી જાય છે પણ એનો ધૂમાડો આંખોમાં ખૂંચતો રહે છે.

નવી કહેવત :

સૈન્ય જતું રહે છે પણ એનાં શસ્ત્રો નડતાં રહે છે.

***

જુની કહેવત :

એક હાથ વડે બે તડબૂચ ના પકડાય.

નવી કહેવત :

શાંતિ અને તાલિબાન બંને સાથે ના રખાય.

***

જુની કહેવત :

ગધેડા ઉપર બેઠો છે અને કહે છે કે ગધેડો ખોવાઈ ગયો છે.

નવી કહેવત :

તાલિબાનોને સાથ આપે છે અને કહે છે કે તાલિબાનો વિલન છે.

***

જુની કહેવત :

મફતમાં મળતાં ખજૂર મધ કરતાં ય મીઠાં લાગે.

નવી કહેવત :

મફતમાં મળતી મશીનગન રોકેટ લોંચર કરતાં ય જબરી લાગે.

***

જુની કહેવત :

મારી ડફલી જુઠું બોલે છે, હું નહીં.

નવી કહેવત :

મારું સેક્યુલારિઝમ જુઠું બોલે છે, હું નહીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments