પેટ્રોલ ડિઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતાં નવાઈ લાગે છે કે આ ધંધામાં હજી ‘ભાઈલોગ’ કેમ ઘૂસ્યા નથી ? જરા વિચારો… બધા પેટ્રોલપંપો ભાઈલોગ ચલાવતા હોત તો ?...
***
તમે પેટ્રોલપંપ ઉપર પહોંચો ત્યારે કોઈ ‘ઉસ્તાદ’ની આવી બૂમો સંભળાતી હોય :
‘એ જમુરે, દેખ ક્યા રહા હૈ ? વો સેન્ટ્રો મેં દો પેટી પેટ્રોલ ડાલ ઔર તીન ખોખા ડિઝલ યે ટ્રાવેરા મેં ચડા… ઔર પિછુ દેખ, વહાં જો સ્કુટી આયેલી હૈ, ઉસકુ દો પોટલી પેટ્રોલ પકડા… જલ્દી કર… જલ્દી…’
***
ઇન્ડીકેટર ઉપર પેટ્રોલનો ભાવ 97 રૂપિયા બતાડતો હશે પણ તમારી પાસે લેશે 112 રૂપિયા ! કેમ ? તો કહેશે :
‘એ…ય ! ઈધર સબ કો યેડા સમજ રખ્ખા હૈ ક્યા ? યે પુલીસ કા હપ્તા, પેટ્રોલ મિનીસ્ટર કા હપ્તા, ટેક્સવાલે ઓફિસર લોગ કા હપ્તા… યે સબ તેરા બાપ દેગા ક્યા ?’
***
જો દસેક દિવસ સુધી તમે તમારા રેગ્યુલર પેટ્રોલ પંપે ના ગયા હો તો એકાદ દિવસ કોઈ ટપોરી તમને રસ્તામાં રોકી લેશે :
‘ક્યા બે શાણે ? આજકાલ દિખતા નંઈ હૈ ? વો દૂસરેવાલે પેટ્રોલપંપ પે જાતા હૈ ક્યા ? ઉધર ક્યા કોઈ ચિકની આઇટમ કા ડાન્સ દિખાતે હૈં ક્યા ?
અબે શાણે ! અબી કાન ખોલ કે સુન લે ! અગર કલ સે અપુન કે પેટ્રોલપંપ પે નહીં આયા ના, તો તેરી ચ ગાડી કા ટાયર નિકાલ કે તેરે ચ ગલે મેં ડાલ કે, તેરે કુ ટ્રાફિક સિગ્નલ કે ખંભે પે ઉલ્ટા લટકા દેંગા ! સમજા ક્યા ?'
***
રાતના તમે કોઈ અંધારી ગલીમાંથી પસાર થતા હશો તો ત્યાં લુખ્ખાઓ ઊભેલા દેખાશે :
‘સા’બ સાઉદી અરેબિયા સે એકદમ ફ્રેશ માલ આયેલા હૈ ! દૂં ક્યા ? યે સરકારી પેટ્રોલ સે દેઢ ગુના એવરેજ દેતા હૈ… બોલે તો, અપુન કા ફૂલ-ટુ ગેરંટી હૈ ! બોલો, ચાર કેરબા ચડા દું ડેકી મેં ?’
***
કોક દહાડો તમે 500નું પેટ્રોલ માગશો તો 300નું જ આપશે ! ઉપરથી કહેશે :
‘ચલ... જિતના મિલતા હૈ ઉતના લે કે ખિસક લે ! એક તો માલ કી શોર્ટેજ હૈ ઔર ઉપર સે દો ભાઈલોગ કી ગેંગ કે બીચ રાડા હોનેવાલા હૈ ! આધા સ્ટોક ઉધર ભેજેલા હૈ... સબ જલાને કે વાસ્તે ! ’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment