વોટ્સએપમાં તમે માર્ક કરજો, સવારે ‘ભક્તિરસ’ હોય, બપોરે ‘નિંદારસ’ હોય અને રાત્રે ‘કામરસ’ હોવાનો !
જોકે વોટ્સએપ વાપરનારાઓ માટે આ ત્રણની ફીલિંગ્સ સિવાય પણ અમુક સ્પેશીયલ ટાઈપની ફીલિંગો હોય છે ! જુઓ…
***
મસ્ત નવાં કપડાં પહેરીને, લેટેસ્ટ હેર-સ્ટાઈલ કરાવીને, ગોગલ્સ ચડાવીને, ચાર જાતના ફિલ્ટરો મારીને પોતાની ‘ઝક્કાસ’ ટાઈપની સેલ્ફી ફેસબુક ઉપર નાંખ્યા પછી સાલી, ભાઈબંધોની પંચોતર જાતની સ્ટુપિડ કોમેન્ટો પછી ફક્ત એક છોકરીની ‘લાઇક’ આવે…
… ત્યારે માં કસમ, ‘તુષાર કપૂર’ જેવી ફિલીંગ આવે છે !
***
જ્યારે ઓનલાઇન કેરમ રમતાં રમતાં આપણે ૨૦ હજાર પોઈન્ટ હાર્યા પછી એક 150 પોઈન્ટની ગેમ જીતી જઈએ, અને સાલું કોઈ નોંધ પણ ના લે…
… ત્યારે માં કસમ ‘રાહુલ ગાંધી’ જેવી ફીલિંગ આવે છે !
***
અને જ્યારે એક જ સેશનમાં કેન્ડી-ક્રશની ગેઈમમાં ધનાધન 20,000 પોઈન્ટ જીતી લીધા છતાં, અને આપણો ટોટલ સ્કોર દોઢ લાખની પાર પહોંચાડ્યા છતાં આપણને કોઈ ‘વેલ પ્લેઈડ’ પણ ના કહે…
… ત્યારે માં કસમ, ઓલિમ્પિકની સિલેક્શન કમિટી આપણા જેવી ‘ટેલેન્ટ’ની ઘોર ઉપેક્ષા કરે છે એવી ફીલિંગ આવે છે ને !
***
સવાર સવારના ફોન ખોલીને જોઈ ત્યારે એમાં ત્રણસો ને એકાવન મેસેજો આવીને પડ્યા હોય એ જોઈને…
… માં કસમ, આપણે 'પોસ્ટઓફિસના કર્મચારી' હોઈએ એવી ફીલિંગ આવે છે !
***
છતાં, સવાર સવારના આપણા જેવા બીજા દોઢસો જણાને શાણાં સુવાક્યો, દોઢ ડાહી સલાહો અને સુફિયાણી ફિલોસોફીવાળાં ચાંપલા મેસેજો ઠપકારી દઈએ છીએ…
… ત્યારે માં કસમ, આપણે ‘નિર્મલબાબા’ હોઈએ એવી ફીલિંગો આવે છે !
***
અને હા, રાત્રે પોર્ન-સાઈટ જોતી વખતે ડેડીના હાથે ઝડપાઈ જઈએ…
… તો માં કસમ, ‘રાજ કુંદ્રા’ જેવી જ ફીલિંગ આવવાની !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment