નવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના અંગ્રેજી વિશે થોડી મજાકો ચાલી હતી. પણ ભાઈ, આપણામાં જ અમુક એવા નમૂના છે કે જેનું અંગ્રેજી કંઈ અજીબ જ હોય છે ! જુઓ નમૂના…
***
ગુજરાતીમાં કહેવું હોય…
એક તો તું જુઠું બોલે છે અને ઉપરથી દાદાગિરી પણ કરે છે ?
…. તો અંગ્રેજીમાં કહેશે :
વન તો યુ આર સ્પીકીંગ લાઈ એન્ડ ઓલ્સો ડુઈંગ ગ્રાન્ડફાધરનેસ ફ્રોમ એબોવ ?
***
ગુજરાતીમાં કહેવું હોય…
મેં એને એક ની એક વાત હજાર વાર સમજાવી છતાં એ મગનું નામ મરી નથી પાડતો.
…. તો અંગ્રેજીમાં કહેશે :
આઈ મેક હિમ અન્ડરસ્ટેન્ડ વન્સ’ વન ટોક થાઉઝન્ડ ટાઈમ્સ, ઇન સ્પાઈટ ઓફ ધેટ હિ ઇઝ નોટ કોલીંગ ગ્રીન પલ્સ નેઇમ પેપર !
***
ગુજરાતીમાં કહેવું હોય….
તને શું લાગે છે, અહીં તારા બાપની પેઢીઓ ચાલે છે ?
… તો અંગ્રેજીમાં કહેશે :
વોટ ડુ યુ ફીલ, હિયર યોર ફાધર્સ જનરેશન્સ આર વોકિંગ ?
***
ગુજરાતીમાં કહેવું હોય…
તમે તો મારા મગજનું દહીં કરી નાંખ્યું, ભૈશાબ !
… તો અંગ્રેજીમાં કહેશે :
યુ હેવ મેઇડ માય બ્રેઇન્સ’ કર્ડ, બ્રધર સર !
***
ગુજરાતીમાં કહેવું હોય…
હું તારી એવી પથારી ફેરવી નાંખીશ કે તું જિંદગીભર યાદ કરીશ.
… તો અંગ્રેજીમાં કહેશે :
આઇ વિલ ટર્ન યોર મેટ્રેસ સચ ધેટ યુ વિલ રિમેમ્બર ફોર લાઇફટાઈમ !
***
ગુજરાતીમાં કહેવું હોય…
સો વાતની એક વાત. આપણે સામે ચાલીને પગે પડવા ના જવાય.
… તો અંગ્રેજીમાં કહેશે :
વન ટોક ઓફ હંડ્રેડ ટોક્સ. વિ કેનોટ ગો ટુ ફોલ ઇન ફીટ બાય વોકીંગ ઇન ફ્રન્ટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment