કોરોનાને કારણે આપણા દેશના ઇન્ડિયનો અલગ અલગ નવ પ્રકારમાં વહેંચાઈ ગયા છે ! જુઓ…
***
બિન્દાસ ઇન્ડિયનો
જે બન્ને વેક્સિનો લઈને બેઠા છે.
***
અર્ધ-બિન્દાસ ઇન્ડિયનો
જેણે એક વેક્સિન લીધી છે અને બીજી માટે રાહ જોઈને બેઠા છે.
***
વેઇટિંગ ઇન્ડિયનો
જેઓ હજી બન્ને વેક્સિન માટે ફાંફાં મારી રહ્યા છે.
***
કન્ફ્યુઝ્ડ ઇન્ડિયનો
વેક્સિન લેવી કે ના લેવી ? લેવી તો ક્યારે લેવી ? અને કઈ લેવી ? દેશી, વિદેશી, સરકારી કે ખાનગીમાં ?
***
ભરાઈ પડેલા ઇન્ડિયનો
બબ્બે વેક્સિન લીધા પછી પણ જે બિચારા કોરોનાની અડફેટમાં આવી ગયા છે !
***
શૂરવીર ઇન્ડિયનો
માસ્ક વિના બજારમાં અને ટુરિસ્ટ સ્પોટમાં ટોળેટોળાં બનીને ફરતા ઇન્ડિયનો.
***
એકસ્ટ્રા ઇન્ટેલિજન્ટ ઇન્ડિયનો
કોરોના જેવું કશું છે જ નહીં… કોરોના વડે બધાને ગુલામ બનાવી દેવાના છે… કોરોનાથી કરોડો અબજો કમાઈ લેવાની ચાલ છે… કોરોનાનું આખું ચક્કર શું છે તેની મને બધી જ ખબર છે… આવું માનનારા ઇન્ડિયનો !
***
એકસ્ટ્રા એલર્ટ ઇન્ડિયનો
બબ્બે માસ્ક પહેરે છે, વારંવાર સેનિટાઇઝર વડે બધું જ સેનિટાઇઝ કરે છે, અનેકવાર સાબુથી હાથ ધૂએ છે, ત્રણ વાર નહાય છે અને જેટલી વાર ખાય છે માત્ર એટલી જ વાર માટે માસ્ક નીચે ઉતારે છે !
***
એકસ્ટ્રા (વધારાના) ઇન્ડિયનો
અને આ છેલ્લી કેટેગરીના ઇન્ડિયનો… જેની કોઈને પરવા નથી એ જીવે છે કે મરે છે, લાઈનમાં છે કે સ્મશાનમાં, સરકારી આંકડામાં છે કે આંકડાઓની પણ બહાર છે એવા ગરીબ ઇન્ડિયનો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment