એક આતંકવાદી કેમ્પમાં !

કહે છે કે સરહદની પેલે પાર પાકિસ્તાનમાં હજી પણ આતંકવાદીઓની ટ્રેનિંગનાં કેમ્પ ચાલી રહ્યાં છે. આવા જ એક કેમ્પમાં…

વીસ પચ્ચીસ શીખાઉ આતંકવાદી ઊભા છે. કમાન્ડર એમને પૂછે છે :

‘અગર આપ કે સામને અચાનક 50 હિન્દુસ્તાની સિપાહી આ જાયે તો તુમ ક્યા કરોગે ?’

એક શીખાઉ બોલ્યો, ‘જનાબ, મૈં તો એક હેન્ડ-ગ્રેનેડ ફોડ દૂંગા… ચારો ઔર ધૂંવા ધૂંવાં ફૈલ જાયેગા… ઉસ કા ફાયદા ઉઠા કર મૈં વહાં સે જાન બચાકર ભાગ જાઉંગા.’

બીજો શીખાઉ કહે ‘નહીં જનાબ ! મૈં તો અપની ગન સે ઉન સારે 50 સિપાહીઓં કો ગોલી ચલા ચલા કર માર ડાલુંગા !’

કમાન્ડર આ જવાબ સાંભળીને રાજી થયા. ‘શાબાશ બેટે ! અબ બતાઓ, અગર તુમ્હારે સામને અચાનક સે 100 હિન્દુસ્તાની સિપાહી આ જાયે તો તુમ ક્યા કરોગે ?’

‘કરના ક્યા હૈ ? મૈં તો ધનાધન ગોલિયાં ચલાકર ઉન સારે સિપાહીઓં કો ગન સે માર ડાલુંગા !’

‘અચ્છા ?’ કમાન્ડરે કહ્યું ‘માન લો, અગર તુમ્હારે સામને અચાનક સે 200 હિન્દુસ્તાની સિપાહી આ જાયે, તો ક્યા કરોગે ?’

‘જનાબ, મૈં ડર કર ભાગનેવાલોં મેં સે નહીં હું ! મૈં તો દે ધનાધન… ધનાધન… અપની ગન સે ગોલિયાં ચલા કર સારે હિન્દુસ્તાની સિપાહીઓં કો માર ડાલુંગા !’

કમાન્ડરે હવે પૂછ્યું ‘અચ્છા, યે બતાઓ, અગર તુમ્હારે સામને સે અચાનક 500 હિન્દુસ્તાની સિપાહી આ જાયેં, તો ક્યા કરોગે ?’

‘વોહી ! ઔર ક્યા ? ધનાધન ધનાધન ગન સે ગોલિયાં ચલાઉંગા ઔર ઉન સબ કો માર ડાલુંગા !’

‘ઔર કહીં 1000 હિન્દુસ્તાની સિપાહી આ ગયે તો ?’

‘તો ભી વોહી ! ધનાધન… ધનાધન… ગોલિયાં…’

‘અબે ઘોંચુ !’ કમાન્ડર અકળાયો. ‘તૂ તેરી ગન મેં ઇતની સારી ગોલિયાં લાયેગા કહાં સે ?’

‘જહાં સે આપ ઇતને સારે હિન્દુસ્તાની સિપાહી લા રહે હો, વહીં સે ! ઔર કહાં સે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments