ગાયનો, મહત્વાકાંક્ષા અને રિયાલિટી !

અમુક ફીલ્મી ગાયનો સતત ગાયા કરીએ તો લાગે છે કે એમાં કોઈ મહત્વાકાંક્ષા છૂપાયેલી છે ! જોકે પછી એ ફળતી નથી..


આવા તો અનેક નમૂના જોવા મળશે, જેમકે...

***

બાળપણમાં ગાતા હતા…

“પતઝડ, સાવન, બસંત, બહાર… એક બરસ કે મૌસમ ચાર… મૌસમ ચાર..”

બનવું હતું…

મોટા હવામાન શાસ્ત્રી

પણ આજે…

પ્રાથમિક શાળામાં ભૂગોળના માસ્તર છે !

***

બાળપણમાં ગાતા હતા…

“શોખિયોં મેં ઘોલા જાયે ફૂલો કા શબાબ, ઉસ મેં ફિર મિલાઇ જાયે, થોડી સી શરાબ, હોગા યું નશા જો તૈયાર…”

બનવું હતું…

મોટા કેમિસ્ટ્રીના પ્રોફેસર

પણ આજે…

ઇથેનોલ અને મિથેનોલમાંથી દારૂ બનાવીને સસ્તા ભાવે વેચે છે !

***

બાળપણમાં ગાતા હતા…

“યે ક્યા હુઆ ? કૈસે હુઆ ? કબ હુઆ ? ક્યું હુઆ ?...”

બનવું હતું…

મોટા પ્રાયવેટ ડિટેક્ટીવ

પણ આજે…

લોકલ ટીવી ચેનલમાં, રસ્તામાં પડેલા બે નાના ખાડા અથવા કચરાપેટીમાંથી મળી આવેલા બે ઇન્જેક્શનોને બતાડીને બૂમો પાડે છે : “યે ક્યા હુઆ… કૈસે હુઆ… કબ હુઆ…”

***

બાળપણમાં ગાતા હતા…

“બોલે ચૂડિયાં… બોલે કંગના…”

બનવું હતું…

બંગડીઓની ફેકટરીના માલિક

પણ આજે…

જેનો ને તેનો વિરોધ કરવા માટે બંગડીઓ મોકલાવે છે !
(એ પણ ફોટા પાડીને સોશિયલ મિડીયામાં ! બોલો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments