તમને શું લાગે છે, દેશમાં બધે અંધાધૂંધી છે ? ના ભઈ ના, આ તો કંઈ નથી !
જ્યારે તમે ખરેખર એવી કોઈ સિચ્યુએશનમાં ફસાઓ ત્યારે જ તમને ખબર પડશે કે ‘ઇધર તો બહોત બડા ઝોલ હૈ !’
જુઓ એ સિચ્યુએશનો…
***
તમે ઓપરેશન થિયેટરમાં સૂતાં સૂતાં બેહોશીમાં જઈ રહ્યા હોય ત્યાં જ તમને ડોક્ટરોને મોઢે સાંભળવા મળે કે…
‘આ બધી કટાઈ ગયેલી છરીઓ અને કાતરો આ ઓપરેશન પછી ભંગારમાં કાઢી નાંખવાની છે…’
(આને કહેવાય… બહોત બડા ઝોલ હૈ !)
***
તમારું ઓપરેશન હમણાં જ પત્યું હોય, તમે ધીમે ધીમે હોશમાં આવી રહ્યા હો, ત્યાં તમને અવાજો સંભળાય કે…
‘ક્યાં ગઈ ? આ દરદીની ફાઈલ ક્યાં ગઈ ? અરેરે… હવે આનું પેટ ફરીથી ખોલવું પડશે !’
(આને કહેવાય… બહોત બડા ઝોલ હૈ !)
***
તમે ‘અંડરવોટર એડવેન્ચર’ની 50,000 રૂપિયાની ટિકીટ લઈને એક સબમરીનમાં દાખલ થાઓ છો અને ફરતાં ફરતાં તમને એક બારી દેખાય છે, જેમાં કાચ નથી…
… પણ લોખંડની જાળી છે !
(આને કહેવાય… ઇધર બડા ઝોલ હૈ બાપ !)
***
તમે પેરેશૂટ જમ્પિંગની ટ્રેનિંગમાં પહેલીવાર વિમાનમાં ઊડી રહ્યા છો. વિમાન 45000 ફૂટની હાઇટ ઉપર છે. તમને પેરેશૂટ પહેરીને જમ્પ મારવાનું કહેવામાં આવે છે. તમે પેરેશૂટ હાથમાં લો છો… એની ઉપર નાના અક્ષરે લખ્યું છે…
‘ખૂલે નહીં તો પૈસા પાછા !’
(સમજ્યા ? આને કહેવાય… બહોત બડા ઝોલ !)
***
તમે મામૂલી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે જાઓ છો. ત્યાં…
રિસેપ્શન ઉપર બેઠેલી યુવતીની બાજુમાં ત્રણ અલગ અલગ કંપનીના વીમા એજન્ટો પણ બેઠા છે !
(આને કહેવાય.. ભૈયા, કુછ તો બડા ઝોલ હૈ !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment