અમુક ફિલ્મી ગાયનો જરા ધ્યાનથી સાંભળીએ તો ક્યારેક લાગે કે ગાનાર ભાઈ કે બહેનને કોઈ બિમારી લાગે છે ! લો, સાંભળો ધ્યાનથી…
***
ગાયન
જુદા હો કે ભી તૂ, મુજ મેં કહીં બાકી હૈ…
બિમારી
ભાઈને કબજિયાત થઈ છે !
***
ગાયન
યાદ આતી હૈ મગર, વો આતી નહીં... આતી નહીં...
સામને હૈ મગર, આતી નહીં... આતી નહીં...
બિમારી
આમને પણ કબજિયાત છે !
***
ગાયન
ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ...
બિમારી
કાકા, આને ‘અલ્ઝાઇમર’ કહેવાય... યાદદાસ્ત જતી રહી લાગે છે !
***
ગાયન
આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે...
બિમારી
બહેન, જરા ચેક કરાવી લો, તમારા પગમાં ‘કણી’ હશે !
***
ગાયન
યે ક્યા હુઆ ? કૈસે હુઆ ? કબ હુઆ ? ક્યું હુઆ ?
બિમારી
વડીલ, ન્યુઝ ચેનલો જોવાનું બંધ કરો, એની મેળે બધું મટી જશે !
***
ગાયન
પાની મેં જલે મેરા ગોરા બદન, પાની મેં....
બિમારી
જલ્દી કોઈ સારા ડોક્ટરને બતાડો બેન, તમારી પથારી ભીની થઈ જાય છે !
***
ગાયન
જબ તારે જમીં પર ચલતે હૈ, આકાશ જમીં હો જાતા હૈ, ઉસ રાત નહીં ફિર ઘર જાતા, વો ચાંદ યહી સો જાતા હૈ...
બિમારી
રોજ રાત્રે સૂતા પહેલાં દૂધ સાથે ઊંઘની ગોળી લેવાનું રાખો, હોં ભઈ ? પછી આવાં ખરાબ સપનાં નહીં આવે !
(આ ગુલઝાર કાકા બહુ ડરાવે છે....)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment