ગુજરાત સરકારે બારમા ધોરણના માસ પ્રમોશન રિઝલ્ટ માટે જે 50 + 25 + 25 માર્ક્સની ફોર્મ્યુલા બનાવી છે એ જ ફોર્મ્યુલા ઉપર જો દેશના અમુક ચુનંદા નેતાઓ પોતે જ પોતાના પ્રમોશન માટે માર્કસ મુકી શકે તો ? ….
***
રાહુલ ગાંધી
સોનિયાજીએ આપેલા માર્કસ – 50
વફાદાર બુઢ્ઢા કોંગ્રેસીઓના માર્કસ – 25
પપ્પુ જોક્સના માર્કસ – 25
***
મમતા બેનરજી
ઘોંઘાટ કરવાની શક્તિ – 50 માર્કસ
ધરાર આડા ફાટવાની કળા – 25 માર્કસ
પગમાં ઈજા થવાથી – રાહતના 25 માર્કસ
***
યોગી આદિત્યનાથ
પોલિટિક્સનું ભગવાકરણ મેનેજમેન્ટ – 50 માર્કસ
યુપીનું ક્રાઈમ મેનેજમેન્ટ – 25 માર્કસ
ગંગાનું લાશ મેનેજમેન્ટ – 25 માર્કસ
***
કેજરીવાલ
જાતે જ પ્રચાર કરીને લીધેલા માર્કસ – 50
ફરિયાદો કરીને લીધેલા માર્કસ – 25
છેવટે ચૂપ રહેવાના માર્કસ – 25
***
ઉદ્ધવ ઠાકરે
શરદ પવારે સુઝાડેલી ચાલાકીના – 50 માર્કસ
સંજય રાઉતે કરેલી દાદાગિરીના – 25 માર્કસ
સુપુત્રએ કરેલી ભૂલો સુધારવાના – 25 માર્કસ
***
જ્યોતિરાદિત્ય સિંધિયા
સિંધિયા પરિવારની જાગીરના – 50 માર્કસ
ભાજપે આપેલી તકના – 25 માર્કસ
સચિન પાયલોટને આપેલી પ્રેરણાના – 25 માર્કસ
***
વિજય રૂપાણી
દરેક નિર્ણયમાં યુ-ટર્ન મારવાની કળાના – 50 માર્કસ
હિન્દીમાં બોલવાની આવડતના – 25 માર્કસ
નસીબના – 25 માર્કસ
***
નરેન્દ્ર મોદી
હોતું હશે ? એ સાહેબ તો ‘પરીક્ષક’ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment