જિન્હેં નાઝ થા
સન્ડે પર, વો કહાં હૈં ?
મોડેથી ઊઠી,
આળસો મરડી
ફરી પથારીઓમાં
કેવા ઘોરતા ’તા…
જમીને પાછું એક
બપોરિયું કાઢી
સાંજે ચ્હા ઘરની
સબડકે પીતા ’તા…
પછી ઢળતા સુરજમાં
સજીને-ધજીને, સૌ
ઘરમાંથી નીકળી
સન્ડેના અણ-ઘડ
પ્લાનો ઘડતા ’તા…
એ રવિવારો અમને
ફરી ક્યારે મળશે ?
ફરી ક્યારે મળશે...
***
એ લારીઓ, એ ખૂમચા
એ બરફના ગોળા
એ રગડા પેટિસની
તીખી ચટણીના ચટકા
એ પાણીપુરીના
બબ્બે રાઉન્ડ પતાવી
બે કોરી પુરી, ને એક
દહીં-પુરીના જલ્સા…
એ રવિવારો અમને
ફરી ક્યારે મળશે ?
ફરી ક્યારે મળશે...
***
એ ટાબરિયાંઓની
ગોળગોળ ચકરડી
એ પીંપીં પિપૂડી
એ ફૂગ્ગા ફરકડી
એ આઇસ્ક્રીમની જીદ
એ ફરી પકડા-પકડી
એ ગાર્ડનની લોનમાં
મફતની હવામાં
ને સસ્તા બોટિંગમાં
મિનિ-ટ્રેનના વેઇટિંગમાં
એ થાક-કંટાળા
છતાં રજાની ‘વસૂલી’….
એ રવિવારો અમને
ફરી ક્યારે મળશે ?
ફરી ક્યારે મળશે...
***
ને, મોલમાં જવાનું
એસીમાં ઘુમવાનું
શોપિંગ ઓછું પણ
ભાવો બહુ પૂછવાનું
પોપકોર્ન સમોસા
પિત્ઝા ને બર્ગર
સૌ સૌનો ઓર્ડર
છતાં બધું ‘શેર’ કરવાનું
પછી લીસ્સી સડકો પર
લોંગ ડ્રાઈવ જવાનું
અરે, કલાકો સુધી
મોબાઈલથી દૂર રહેવાનું !!
એ રવિવારો અમને
ફરી ક્યારે મળશે?
ફરી ક્યારે મળશે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment