કોરોના મહામારીમાં મોટેભાગના દરદીઓ ખાસ દસ પ્રકારના સ્ટેજમાંથી પસાર થાય છે ! જુઓ…
***
સ્ટેજ (1)
કોરોના-બોરોના કશું છે જ નહીં ! બધો બોગસ પ્રચાર છે. લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે. આપણા ધંધા બંધ કરાવીને એમને દવાઓનો ધંધો કરવો છે...
***
સ્ટેજ (2)
ઠીક છે, આ તો દંડ ના ભરવો પડે એટલે હું માસ્ક પહેરું છું, બાકી મને કંઈ કોરોના થવાનો નથી. લોકો અમથા અમથા ટીવીના ન્યુઝ જોઇ જોઈને ફફડ્યા કરે છે. હું તો જરાય ડરતો નથી.
***
સ્ટેજ (3)
હા, આમ સ્હેજ તાવ જેવું લાગે છે પણ એ તો દર વખતે સિઝન ચેન્જ થાય ત્યારે આવું થાય જ છે.
***
સ્ટેજ (4)
ડોક્ટરને ત્યાં તો જવાય જ નહીં ને ! ત્યાં કેટલી ભીડ હોય છે ? એમાં કોને કોરોના છે, ને કોને નથી, શી ખબર પડે ? ઉલ્ટું, આપણને જ ચેપ લાગી જાય...
***
સ્ટેજ (5)
ડોક્ટરની દવા તો લીધી છે, પણ કંઈ ટેસ્ટ-બેસ્ટ કરાવવો નથી. કારણ શું ? કે એ લોકો તો બધાને પોઝિટિવ જ પકડાવી દેવાના ! આખો ધંધો જ આ ચાલ્યો છે ! બધાને કમાઈ જ લેવું છે.
***
સ્ટેજ (6)
રિપોર્ટ તો પોઝિટીવ છે પણ ઘરમાં જ રહીને મટી જશે. બાકી, હોસ્પિટલમાં તો ચીરી જ નાંખશે. મરવું હોય તો જ હોસ્પિટલમાં જવાય, બાકી...
***
સ્ટેજ (7)
માંડ માંડ હોસ્પિટલમાં બેડ મળ્યો છે. આ તો આપણી ઓળખાણ હતી એટલે, બાકી સરકાર તો કંઈ કરતી જ નથી.
***
સ્ટેજ (8)
આમ તો સારું છે પણ પેલાં ઇન્જેક્શનો તો હું લેવાનો જ નથી. સાલા, બધા લૂંટવા જ બેઠા છે. સરકાર તો કંઈ કરતી જ નથી.
***
સ્ટેજ (9)
ઇંજેક્શનોનો કોર્સ પત્યો છે. રિપોર્ટો પણ નેગેટિવ છે. આમ તો સારું છે પણ આ લોકો બિલ ચડાવવા માટે રજા જ નથી આપતા...
***
સ્ટેજ (10)
આખરે મેં કોરોનાને હરાવી દીધો ! આ તો મારો ‘વિલ પાવર’ આટલો સ્ટ્રોંગ હતો ને, એટલે ! બાકી...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment