શું OUT શું IN ?!

2020નું વરસ આઉટ થયું ત્યારે લાગતું હતું કે ‘હાશ છૂટ્યા…’ પણ આ કોરોના તો એવો ચોંટ્યો છે કે છૂટવાનું નામ જ નથી લેતો ! આવા સંજોગોમાં ઘણું બધું IN અને OUT થઈ રહ્યું છે…

***

OUT

ચાઇનિઝ કોરોના વાયરસ

IN

યુકે કોરોના સ્ટ્રેઇન

***

OUT

ત્રણ ત્રણ અઠવાડિયાનાં લોકડાઉન

IN

દસ દસ કલાકના કરફ્યુ

***

OUT

અટ્ટેગટ્ટે આવતો રેપિડ ટેસ્ટ

IN

ખાતરીથી ડરાવતો RTPCR ટેસ્ટ

***

OUT

કોરોના બધાને મારી નાંખશે.. !

IN

આવ કોરોના, તને જોઈ લઈશ !

***

OUT

રેસ્ટોરન્ટમાં જમવાની લાઈનો

IN

વેક્સિન લેવાની લાઇનો

***

OUT

ભલતા સલતા કાઢા - નુસખા

IN

રેમડેસિવિયર... રેમડેસિવિયર...

***

OUT

નાઇટ લાઇફની હળવી લટાર

IN

ટાઈટ નાઈટની લેફ્ટ-રાઈટ

***

OUT

ડબલ ઓવર કોન્ફિડન્સ

IN

ડબલ ઓવર ડાઉટ

***

OUT

મલ્ટિપ્લેક્સમાં જઈશું યાર…

IN

ઓટીટી ઉપર એ જ જુનું જુનું જોઈશું યાર… શું કરીએ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments