નિશાળમાં ગુજરાતી વિષયમાં સંધિ છૂટી પાડવાનું આવતું હતું. જેમ કે અખિલેશ = અખિલ + ઇશ. મતલબ કે અખિલના ઇશ્વર અથવા પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર મતલબ કે સામે અપાયેલો જવાબ.
એ જ રીતે અમુક અંગ્રેજી શબ્દોની સંધિ છૂટી પાડીને પછી તેનો અનુવાદ કરો તો ગમ્મત પડે એવું થાય છે ! જુઓ…
***
ગ્રેવીટી = ગ્રે + વી + ટી
એટલે… ભૂખરી – અમે – ચા !
***
ડેન્સીટી = ડેન્સી + ટી
એટલે કે… નાચતી - ચા !
***
યુનીટી = યુ + ની + ટી
એટલે… તમે – ઘૂંટણની – ચા !
***
ડિગ્નીટી = ડિગ + ની + ટી
એટલે.. ખોદો – ઘૂંટણની – ચા !
***
પ્રોપર્ટી = પ્રોપર + ટી
એટલે… વ્યવસ્થિત – ચા
***
નોટી = નો + ટી
એટલે… નથી – ચા !
***
વેનિટી = વે + ની + ટી
એટલે… રસ્તે - ઘુંટણની - ચા !
***
મિસ્ટેક = મિસ + ટેક
એટલે… કન્યા – લો !
***
ગ્લુકોઝ = ગ્લુ + કોઝ
એટલે… ગુંદર – કારણ
***
બેબી = બે + બી
એટલે.. દરિયાકાંઠે – મધમાખી !
***
બિકોઝ = બિ + કોઝ
એટલે… મધમાખી – કારણ !
***
સેટાયર = સે + ટાયર
એટલે… બોલો – પૈડું !
(બોલો, કેવું છે, નહીં ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment